/
આ જીલ્લામાં ચિકનગુનીયાના અને ડેન્ગ્યુના કેસમાં વધારો, આરોગ્ય વિભાગ દ્વારા આ કરાયું આયોજન

 અમદાવાદ-

અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર અને પાણીજન્ય રોગો ને પહોંચી વળવા માટે આગોતરું આયોજન કરી અને તમામ ફેક્ટરી, કારખાના અને કંસ્ટ્રક્શન સાઈટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ 3 મેગા ડ્રાઈવ યોજી હતી જે જગ્યાઓ પર મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા તે તમામ જગ્યાઓ પર દવાનો છંટકાવ કરી અને એકમોને નોટિસ ફટકારી અને દંડ વસૂલવામાં આવી રહ્યો છે.

અમદાવાદ જિલ્લા પંચાયત મેલેરીયા વિભાગ દ્વારા ચોમાસાની સીઝન આવતા મચ્છર ના બ્રીડીંગ ને લઈને ચેકિંગ સમયાન્તરે કરવામાં આવતું હોય છે જેમાં અત્યાર સુધી મેગા ડ્રાઈવ કરીને ત્રણ વખત ચેકિંગ કર્યું છે જેમાં પ્રથમ વખતે ચેકિંગ કર્યું તેમાં ૩૨૪ જયારે બીજી વખત ચેકિંગ કર્યું તેમાં ૨૬૫ અને ત્રીજી વખત ચેકિંગ કર્યું તેમાં ૧૬૭ સ્થળો પર મચ્છરના બ્રીડીંગ મળી આવતા નોટિસ આપી હતી જે બાદ વખત વખત ચેકિંગ કરતા ત્રણ ડ્રાઈવ પૈકી ૭૨ સ્થળો પર ફરી વખત બ્રિડિંગ મળી આવ્યું હતું જેથી તેમને ફરી વખત નોટીસ આપી ૬૫ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે જિલ્લા વિસ્તારની વાત કરીએ તો આ સીઝન માં માત્ર ૫ જ કેસ ચીકન ગુનિયા અને ૨ કેસ ડેન્ગ્યું ના આવ્યા છે મેલેરિયા વિભાગ આગોતરી કામગીરી કરતું હોવાના કારણે અત્યારે મચ્છર જન્ય રોગ કાબૂમાં છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution