અમદાવાદ-

ગુજરાતમાં કોરોના કાબુમાં આવવાનું નામ નથી લેતો ત્યારે ચાલુ મહિનાના અત્યાર સુધીના 17 દિવસોમાં છઠ્ઠી વખત એક દિવસના સૌથી વધુ કેસ નોંધાયા હતા. ગુજરાતમાં 1379 નવા કેસ નોંધાયા હતા. ચાલુ મહિનામાં છઠ્ઠી વખત એક દિવસના કેસની સંખ્યા સવોચ્ચ સ્તરે નોંધાય છે. સપ્ટેમ્બરના 17 દિવસોમાં જ 22653 કેસ નોંધાયા છે. 1379 પોઝીટીવ કેસોમાંથી 62 ટકા કેસ અમદાવાદ, રાજકોટ, જામનગર, વડોદરા અને સુરત એમ પાંચ શહેરોમાં જ નોંધાયા હતા.

જોકે હાલ ગુજરાતમાં રાજકોટ શહેરમાં કોરોના પોતાનો પ્રકોપ બતાવી રહ્યો છે. રાજકોટ શહેરમાં પણ કોરોના કેસનાં આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૧ પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી. ગુરૂવારના રોજ એક દિવસમાં ૨૦૨ દર્દીઓ સાજા થતા કુલ ૩૫૨૨ દર્દીઓ ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ ૭૨.૯૧ ટકા થયો છે. છેલ્લા છ મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૧,૫૮,૦૯૯ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૮૭૧ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૦૫ ટકા થયો છે.