અમદાવાદ, દેશભરમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ પહેલા દિવસે ૧૧,૮૦૦ આરોગ્ય કર્મચારીઓએ વેક્સિન લીધી છે અને વેક્સિનેશનના અભિયાનને આગળ ધપાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ કેટલાક આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર પણ ઉતર્યા છે. પરંતુ સરકાર દ્વારા હેલ્થ વર્કરોને પહેલા તબક્કામાં કોરોનાની વેક્સિન આપવામા આવી રહી છે. ત્યારે રાજ્યની મોટી-મોટી હોસ્પિટલોમાં ફરજ બજાવતા તબીબો પણ આ વેક્સિન લઇ લોકોને પ્રથમ ડોઝ લેવા અપીલ કરી રહ્યા છે. અને સાથે જ દેશની વેક્સિનમાં કોઇ ખામી કે આડઅસર નથી તેવું જણાવી રહ્યા છે. 

ત્યાં જ આજે અમદાવાદની સિવિલમાં હોસ્પિટમાં કોરોના રસીકરણ દરમિયાન સર્જન ડિપાર્ટમેન્ટના ૩૦ તબીબોએ ડોઝ લીધો હતો. જેમા બીજે મેડિકલના ડીને પણ કોરોનાની રસી લીધી હતી. જે દરમિયાન સુપ્રિટેન્ડેન્ટ જે.વી.મોદીએ શુભેચ્છા આપી હતી. પરંતુ આજે ેંદ્ગ મહેતાના ડિરેક્ટરએ વેક્સિન ન લેતા વિવાદ ઉદભવ્યો છે. ડિરેક્ટર ડૉ.રણછોડ પટેલે કોરોનાની વેક્સિન લીધી નથી. યુએન મહેતાનાં ડિરેકટર ડોક્ટર રણછોડ પટેલે લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરવાના બદલે તેમને શંકા ઉપજે તેવું કામ કર્યું છે. ડોક્ટર રણછોડ પટેલ વેક્સિન લીધા વગર જ રવાના થતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.