વડોદરા શહેર ભાજપના નવનિયુક્ત અધ્યક્ષના જન્મ દિવસની ઉજવણી
15, ડિસેમ્બર 2020 594   |  

વડોદરા, તા.૧૪ 

વડોદરા શહેર ભારતીય જાણતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ ડો.વિજય શાહના જન્મ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઇટાઆયોજિત ટેનિસ મહોત્સવનો શુભારંભ કરાવીને ઉજવણી શરુ કરાઈ હતી. ત્યારબાદ યોજાયેલ કાર્યક્રમોમાં ઇસ્કોન મંદિરે દર્શન કરી ગોત્રી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે બાળકોના વોર્ડમાં કીટોનું વિતરણ, સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા સમાજના સમા ભવન ખાતે રક્તદાન શિબિર, સયાજી હોસ્પિટલમાં ફળ વિતરણ, અટલ સેવા સંઘ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજ્યા હતા.ડો.વિજય શાહને સોશ્યલ મીડિયા પર પણ અનેક શુભેચછા સંદેશ મળ્યા હતા. જે બદલ તેઓએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનિય છે કે ડો. વિજય શાહની એસએસજીમાં પણ બર્થડે ઉજવણીમાં થતાં સોશ્યિલ ડિસ્ટન્સીંગનો ભંગ થતાં તેની સોશ્યિલ મિડીયામાં

ચર્ચા ચાલી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution