વડોદરા, તા. ૧૦

વડોદરા શહેરમાં ચોરીના બનાવોમાં દિવસેને દિવસે વધારો જાેવા મળી રહ્યો છે. ચોરીના બનાવમાં તસ્કરો શહેરના વિવિધ વિસ્તારમાં ચોરીને અંજામ આપીને રફુચક્કર થઇ જતા હોય છે. જેમા શહેરમા વધતા ચોરીના બનાવો અટકાવા માટે શહેર પોલીસ દ્વારા એક પહેલ શરૂ કરી છે. જેમા શહેરના નાગરિકોના બંધ મકાનની માહિતી પોલીસ કંટ્રોલ રૂમમા ગુગલ ફોર્મ દ્વારા આપવાની રહેશે જે માહિતી તદ્દન ગુપ્ત રહેશે અને તે બંધ મકાનના વિસ્તારમાં પેટ્રોલિંગ પણ સઘન કરવામાં આવશે જેથી ઘરફોડ ચોરી થતી અટકાવી શકાય તે માટેની એક પહેલ કરી છે.

વડોદરા શહેર તેમજ જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવો વધતા જાેવા મળી રહ્યા છે. તસ્કરો દિવસેને દિવસે લાખો રૂપીયાના સોના ચાંદીના દાગીના ચોરી કરીને રફુચક્કર થઇ જતા હોય છે અને પોલીસના પેટ્રોલિગંના ધજાગરા ઉડાવતા હોય છે. જેને લઇને શહેર પોલીસ માટે ચોરીના બનાવો અટકાવા માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. તસ્કરો દ્વારા બંધ મકાનને નિશાન બનાવતા હોય છે. જેમા શહેરના નાગરિકો પોતાનું મકાન બંધ કરીને કોઇ પર્યટન સ્થળ પર જતા હોય છે, કે કોઇ દુઃખદ પ્રસંગ કે પછી રાત્રીના સમયે ઘર બંધ કરીને મકાનના પહેલા માળે સુતા હોય છે ત્યારે તસ્કરો તે મકાનને નિશાન બનાવીને લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની સાફસૂફી કરીને ત્યાંથી પલાયન થઇ જતા હોય છે. જયારે મકાન માલિક સવારે જાગે ત્યારે કે પછી પોતાના મકાને પાછા આવે ત્યારે કે પછી પડોશી દ્વારા જાણ કરે ત્યારે મકાન માલીકને ચોરીની ઘટનાની જાણ થતી હોય છે, જેથી પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઉભા થાય છે.

જે અનુસંધાને શહેર પોલીસ દ્વારા બંધ મકાનને ટાર્ગેટ કરતા તસ્કરો દ્વારા કરવામાં આવતી ચોરીને અટકાવવા માટે એક પહેલ કરવામાં આવી છે. વડોદરા શહેરના નાગરીકોના જાન-માલની સુરક્ષા તેમજ ઘરફોડ ચોરી અટકાવવા માટે એક ગુગલ ફોર્મ ( પબ્લીક સેફ્ટી ફોર્મ) બહાર પાડવામાં આવ્યું છે. જેમા શહેરના નાગરીકો પ્રવાસે કે અન્ય કામે બહારગામ જાય ત્યારે જાે તેઓએ આ ઓનલાઇન ગુગલ ફોર્મમા દર્શાવ્યા મુજબની માહિતી ભરીને સબમિટ કરેલ હશે તો નોંધણી કરાવેલ વિસ્તારમાં વિશેષ પોલીસ પેટ્રોલિંગ રાખવામાં આવશે. જેથી ઘરફોડ ચોરીને અટકાવી શકાય અને નાગરીકોના જાનમાલની સુરક્ષા પણ થઇ શકે. શહેરના નાગરીકો જ્યારે પણ બહાર ગાસ જાય ત્યારે રંંॅજઃ//કર્દ્બિજ.ખ્તઙ્મી/૮ડॅિ૫૩હ્લॅ૭ઊીઁહ૯ી૧૭ ની લીંક પર ક્લીક કરીને પબ્લીક સેફટી ફોમ પર પોતાની વિગત ભરીને સબમીટ કરવાની રહેશે. પોલીસ કંટ્રોલ દ્વારા આનુ લાયઝનીંગ અને સુપરવીઝન રાખવામા આવશે અને નાગરિકોએ ભરેલ તામામ માહિતી ગુપ્ત રાખવામાં આવશે.