IOAએ ટોક્યોના સુવર્ણચંદ્રક વિજેતાને 75 લાખ રૂપિયા આપશે
23, જુલાઈ 2021

ન્યૂ દિલ્હી

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ) એ ગુરુવારે જાહેરાત કરી કે તે ટોક્યો ઓલિમ્પિક રમતોના સુવર્ણ ચંદ્રક વિજેતાને રૂ. ૭૫ લાખનું ઇનામ અને દરેક ભાગ લેતી રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન (એનએસએફ) ને બોનસ તરીકે રૂ. ૨૫ લાખ આપશે. આઈઓએની સલાહકાર સમિતિએ રજત પદક વિજેતાઓને ૪૦ લાખ રૂપિયા અને કાંસ્ય પદક જીતનારાને ૨૫ લાખ રૂપિયાની ગ્રાન્ટની જાહેરાત કરી છે.

આઇઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેણે ટોક્યો ઓલિમ્પિક રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરતા દરેક રમતવીરને ૧ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવાની ભલામણ પણ કરી છે. "

આઇઓએ પણ દરેક ભાગ લેનારા એનએસએફને ૨૫ લાખ રૂપિયા અને ચંદ્રક વિજેતા એનએસએફને રૂ. ૩૦ લાખ રૂપિયાનું વધારાનું યોગદાન આપવાના સમિતિના ર્નિણયને સ્વીકાર્યો છે. આ સિવાય અન્ય દરેક રાષ્ટ્રીય રમતગમત સંઘને રૂ. ૧૫ લાખ રૂપિયાનો ટેકો મળશે. આઇઓએના સેક્રેટરી જનરલ રાજીવ મહેતાએ કહ્યું કે પ્રથમ વખત આઈઓએ મેડલ વિજેતાઓ અને તેમના એનએસએફને ઈનામ આપશે.

સલાહકાર સમિતિએ ટોક્યોમાં તેમના રોકાણ દરમિયાન ભારતીય ટુકડીના દરેક સભ્ય માટે દરરોજ ૫૦ ડોલર ભથ્થું આપવાની ભલામણ પણ કરી છે. આઇઓએ એ એમ પણ કહ્યું હતું કે રાજ્યના મૂળભૂત રમતગમતના માળખાગત વિકાસ માટે અને વધુ ખેલૈયાઓને રમતો સાથે જોડવા માટેના દરેક સભ્ય રાજ્ય ઓલિમ્પિક સંગઠનોને ૧૫ લાખ રૂપિયા આપવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution