ફેન્સનો મોટી સરપ્રાઇઝ આપવાની તૈયારીમાં ‘પુષ્પા ૨’ના મેકર્સ
02, એપ્રીલ 2024 495   |  

અલ્લુ અર્જૂનની પુષ્પા ધ રાઇઝ ત્યારથી જ લોકો તેની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષની મૉસ્ટ અવેટેડ ફિલ્મોમાં પુષ્પા ધ રૂલનું નામ પણ સામેલ છે. સુકુમાર દ્વારા ર્નિદેશિત આ ફિલ્મ પર તાજેતરમાં એક મોટું અપડેટ આવ્યું છે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, મેકર્સ આ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવાની જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મના ર્નિમાતા અલ્લુ અર્જૂનના જન્મદિવસ પર તેનું ટીઝર લૉન્ચ કરીને ચાહકોને મોટી ભેટ આપી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું ટીઝર ૮ એપ્રિલે રિલીઝ થઈ શકે છે. જો કે તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આ અપડેટે ચોક્કસપણે અલ્લુના ચાહકોને ખૂબ જ ઉત્સાહિત કર્યા છે. ગયા વર્ષે પુષ્પા ૨ ના અલ્લુ અર્જૂનનું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. આમાં અભિનેતા સાડી પહેરીને જોવા મળ્યો હતો. તેનો ચહેરો વાદળી અને લાલ રંગમાં રંગવામાં આવ્યો હતો. ૨૦૨૧માં રીલિઝ થયેલી પુષ્પાઃ ધ રાઇઝ, સુકુમાર દ્વારા લખવામાં અને ર્નિદેશિત કરવામાં આવી હતી.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. તે કોરોના સમયગાળા દરમિયાન સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution