માંડવી દરવાજાને ફેન્સિંગ કરીને જાળીએ તાળાં મારી હેરિટેજનું કામ કરતાં માણસો જતા રહ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, એપ્રીલ 2026  |   વડોદરા   |   1386

વડોદરાની સાચી ઓળખ સમાન માંડવી દરવાજાના રિસ્ટોરેશનનું કામ કરતી સુરતની સવાણી હેરિટેજ નામની સંસ્થાનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યુ છે. તમને જાણીને નવાઈ લાગશે પણ સવાણી હેરિટેજના માણસોએ માંડવી દરવાજાની નીચેના અડધાથી વધારે હિસ્સાને ફેન્સિંગ કરીને એને બંધ કરી દીધો છે અને જાળીને તાળુ મારીને તમામ લોકો ચાલ્યા ગયા છે.

માંડવી દરવાજાના રિસ્ટોરેશનની કામગીરી કેટલી ઝડપથી થાય છે ? તે જાેવા વાળુ કોઈ નથી. અને એટલે જ સુરતની સવાણી હેરિટેજ નામની સંસ્થા મનમાની કરી રહી છે. એના માણસો ગમે ત્યારે આવે છે અને થોડી થાગડથુંગડ કરીને ચાલ્યા જાય છે. મહિનામાં લગભગ વીસ દિવસ એમનુ કામ બંધ રહે છે. અને બાકીના દિવસોમાં પણ દેખાડા પૂરતુ જ કામ થતુ હોય છે. પણ એનુ કોઈપણ પ્રકારનું ઈન્સ્પેક્શન થતુ નથી. જેને લીધે માંડવીની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. આટલી ધીમી ગતિએ જ જાે કામ થતુ રહ્યુ તો માંડવીનું રિસ્ટોરેશન વર્ષ ૨૦૩૬ સુધીમાં થાય તેવી સંભાવના દેખાતી નથી. એટલુ જ નહીં, માંડવીની નીચે છેલ્લા એક વર્ષથી તપસ્યા કરી રહેલા વિઠ્ઠલ મંદિરના મહંત હરિઓમ વ્યાસની બેસવાની જગ્યાને પણ આંચકી લેવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution