રાષ્ટ્રીય જનતા દળ દ્વારા વિધાનસભઆની ચૂંટણીનો મેનીફેસ્ટો જાહેર કરાયો
24, ઓક્ટોબર 2020

દિલ્હી-

રાષ્ટ્રીય જનતા દળ દ્વારા બિહાર વિધાનસભાની ચૂંટણી માટેનો મેનીફેસ્ટો જાહેર કર્યો છે. મેનીફેસ્ટોમાં આરજેડીએ બિહારના બેરોજગાર યુવાનોને 10 લાખ નોકરી આપવાનું વચન આપ્યું છે. પટણામાં તેજશવી યાદવ, મનોજ ઝા સહિતના પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓએ જાહેરનામું બહાર પાડ્યું હતું.

મેનીફેસ્ટોમાં પાર્ટીએ બેરોજગારોને ઘણા વચનો આપ્યા છે. આમાં આરજેડીએ 10 લાખ નોકરીઓ આપવાના પોતાના જૂના નિવેદનોને દોહરાવી દીધા છે. આ ઉપરાંત પાર્ટીએ બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાનું વચન આપ્યું છે. બિહારના યુવાનોએ સરકારી નોકરીના ફોર્મ ભરવા માટે અરજી ફી ભરવાની રહેશે નહીં.

સરકારી નોકરીમાં બિહારના યુવાનોને પ્રાધાન્ય આપવા માટે, રાજ્ય સરકાર નિવાસસ્થાન નીતિ લાવશે અને સરકારી નોકરીઓની 85 ટકા જગ્યાઓ બિહારના યુવાનો માટે અનામત રહેશે. આ ઉપરાંત આરજેડી દ્વારા ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આરજેડીએ વચન આપ્યું છે કે નવા ઉદ્યોગો માટે નવી નીતિ લાવવામાં આવશે, નવા ઉદ્યોગો સ્થાપવા માટે કોઈ ટેક્સ લાગશે નહીં. કરારના શિક્ષકો અને ઉર્દૂ શિક્ષકોની કાયમી નિમણૂક કરવામાં આવશે.

ખેડૂત આયોગ, વ્યવસાયિક આયોગ, યુવા આયોગ અને રમતગમત પંચની રચના કરવામાં આવશે. રાજ્યની જીડીપીનો 22 ટકા ભાગ શિક્ષણ પર ખર્ચ કરવામાં આવશે.  ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. ગામોને સ્માર્ટ બનાવવામાં આવશે અને સીસીટીવી લગાવવામાં આવશે. વૃદ્ધો અને ગરીબોનું પેન્શન દર મહિને 400 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા કરવામાં આવશે. કિડનીના દર્દીઓ માટે મફત ડાયાલીસીસની વ્યવસ્થા હશે. દરેક જિલ્લામાં મેડિકલ કોલેજો અને હોસ્પિટલો બનાવવામાં આવશે. 'જે સરકારી કર્મચારીઓએ 50 વર્ષ પૂર્ણ કર્યા છે જેણે સારું પ્રદર્શન ન કર્યું હોય તેમને જરૂરી નિવૃત્તિ આપવામાં આવશે' - જૂની સરકારનો આ આદેશ પાછો ખેંચી લેવામાં આવશે.



© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution