શેરબજારનું માર્કેટ કેપ ફરી હોંગકોંગને પછાડી દુનિયામાં ચોથા સ્થાન પર પહોંચ્યું
14, જુન 2024 594   |  


નવીદિલ્હી,તા.૧૪

મ્જીઈ-લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ હવે હોંગકોંગ કરતાં વધુ છે. આ સાથે તે ફરીથી વૈશ્વિક સ્તરે ચોથું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ બની ગયું છે મ્જીઈ-લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ હવે હોંગકોંગ કરતાં વધુ છે. આ સાથે તે ફરીથી વૈશ્વિક સ્તરે ચોથું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ બની ગયું છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર, મ્જીઈનો ઓલ-લિસ્ટેડ માર્કેટ કેપ હોંગકોંગના ૫.૧૭ ટ્રિલિયન ડોલરની સરખામણીએ ૫.૧૮ ટ્રિલિયન ડોલર છે. નોંધનીય છે કે અમેરિકા ૫૬.૪૯ ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપ સાથે વિશ્વનું સૌથી મોટું બજાર છે. ચીન ૮.૮૪ ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપ સાથે બીજા સ્થાને છે. જાપાન ૬.૩૦ ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા સ્થાને છે.

ભારતીય બજારોએ આ વર્ષે ૨૩ જાન્યુઆરીએ હોંગકોંગને પાછળ છોડી દીધું હતું, પરંતુ બાદમાં હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ ૧૨ ટકાથી વધુ વધ્યો હતો, ત્યારબાદ તે ફરીથી ચોથા સ્થાને આવી ગયો હતો. તે જાન્યુઆરીથી લગભગ ૨૦ ટકાના વધારા સાથે તેજીવાળા બજારમાં પ્રવેશ કર્યો છે.

ચૂંટણી પરિણામો બાદ ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જાેવા મળી રહ્યો છે. ૪ જૂને બજાર ૬ ટકાથી વધુ તૂટ્યું હતું, પરંતુ ત્યારથી તે સતત વધીને રેકોર્ડ હાઈએ પહોંચ્યું છે.મ્જીઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલ ૩૨ લાખ કરોડ રૂપિયાથી વધીને ૪૩૨ લાખ કરોડ રૂપિયાની નવી ટોચે પહોંચી ગયું છે. ભારતમાં દ્ગડ્ઢછ સરકાર છે જેને ૩૦૦ સાંસદોનું સમર્થન મળ્યું છે. પરંતુ આ વખતે કોઈ એક પક્ષની બહુમતી નથી. ૨૦૧૪ પહેલાના ૨૫ વર્ષના ગઠબંધન શાસન પછી ભાજપ અને વડા પ્રધાન મોદીની લઘુમતી સરકાર ચલાવવાની ક્ષમતાની કસોટી થશે. આજે ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. મ્જીઈ સેન્સેક્સ ૧૦૧.૪૮ પોઈન્ટ અથવા ૦.૧૩ ટકા વધીને ૭૬,૯૧૨ પર પહોંચ્યો હતો. દ્ગજીઈનો નિફ્ટી ૬૬.૦૫ પોઈન્ટ અથવા ૦.૨૮ ટકાના વધારા સાથે ૨૩,૪૬૪ પર ખુલ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution