અમદાવાદ, ભારતના ઉત્તરીય ભાગમાં કેટલાક દિવસોથી હિમ વર્ષા થઈ રહી હોવાના કારણે ધીમે ધીમે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. આ હિમ વર્ષાની અસર દેશના તમામ ભાગોમાં ઠંડા પવન ફુંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ વહેલી સવારે ઠંડીનો અહેસાસ તો બપોરે ઓછા પ્રમાણમાં ગરમીનો માહોલ જાેવા મળી રહ્યો છે. બીજી બાજુ સોમવારે સિઝનમાં પહેલીવાર નલિયાનું લઘુત્તમ તાપમાન ૧૨.૬ ડિગ્રીએ પહોંચી જતા નલિયા વાસીઓ ઠુંઠવાયા હતા. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યભરમાં વર્તમાન ઠંડીનું મોજુ જ‌ળવાઇ રહેશે. પંરતુ ત્યાર બાદ ઠંડી વધવાની વકી છે અને રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો ૧૦ ડિગ્રીની નીચે જવાની શક્યતા પણ છે. રાજ્યમાં છેલ્લા પંદર દિવસથી વહેલી પરોઢે ઠંડક જ્યારે બપોરે સામાન્ય ગરમી એમ બેવડી ઋતુનો અહેસાસ થતો હતો. જાે કે, બે દિવસથી શિયાળાની ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે ખાસ કરીને રણને સમાંતર આવેલા ગ્રામ્ય વિસ્તારમાં જાેરદાર ઠંડી પડી રહી છે. સામાન્ય રીતે દરિયાકાંઠાના વિસ્તારમાં લઘુતમ તાપમાન અન્ય શહેર કરતા સામાન્ય ઉંચુ રહે છે ત્યારે કેટલાક દિવસોથી દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પારો નીચે સરકી રહ્યો છે. જેથી ત્યાં પણ ઠંડી વર્તાઇ રહી છે. રાજ્યના મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન પણ ૧૬ ડિગ્રીની આસપાસ રહેતા વહેલી પરોઢે ફૂલગુલાબી ઠંડી વર્તાઇ હતી. ગઇકાલની સરખામણીએ અમદાવાદનું તાપમાન સામાન્ય વધી ૧૬.૨ ડિગ્રી પર સ્થિર રહ્યું હતું. જાે કે, ઠંડા પવન ફૂંકાતા મોડી રાત્રીથી પરોઢ સુધી ઠંડીનું જાેર રહ્યું હતું. ઉત્તરીય ભાગમાં હિમ વર્ષાના કારણે રાજ્યમાં ઠંડીમાં ધીમે ધીમે વધારો.

વિવિધ ભાગના લઘુતમ તાપમાન

અમદાવાદ ૧૬.૨

સુરત ૧૯.૮

વજાેદરા ૧૫.૪

ભાવનગર ૧૭

ભૂજ ૧૯

દમણ ૧૮.૪

ડીસા ૧૫.૮

જુનાગઢ ૧૭.૮

કંડલા ૧૭.૫

નલિયા ૧૨.૬

પાટણ ૧૫.૮

પોરબંદર ૧૬.૯

વેરાવલ ૧૯.૬