જૂઓ અમદાવાદના વૃદ્ધ દંપત્તિના હત્યારાઓને આ રીતે ઝડપી લેવાયા

અમદાવાદ-

દિવસો સુધી રેકી કરીને એકલા રહેતા સિનિયર સિટિઝન દંપત્તિને શિકાર બનાવી ડબલ મર્ડર કરનારાઓને ઝડપી લેવામાં પોલીસને આખરે સફળતા મળી છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં પટેલ દંપતીની હત્યા કરનારા આરોપીઓને પોલીસે પકડી લીધા છે. શહેરના સોલા હેબતપુર વૃદ્ધ દંપતીના હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ગ્વાલિયરના ગિઝોરામાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. લૂંટમાં ગયેલ મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે. થલતેજ પોશ વિસ્તારમાં આવેલ શાંતિ પેલેસ બંગલામાં વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા અને લૂંટ કેસના આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓળખ કરવામાં આવી છે. ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી બે આરોપીઓ ભીંડ જિલ્લાના મહેગાંવ વિસ્તારમાંથી અન્ય એક આમોખ વિસ્તારમાંથી અને એકને અમદાવાદ જનતાનગરમાંથી પકડી લેવામાં આવ્યો હતો. 

પોલીસે વૃદ્ધ દંપતીની હત્યા કેસમાં તપાસ તેજ કરી છે. 200 થી વધુ સીસીટીવી ફૂટેજ ફંફોળ્યા હતા, તો સાથે જ 70 થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. ત્યારે માહિતીના આધારે પોલીસે ગ્વાલિયર પહોંચી હતી. જ્યાં રવિવારના રોજ રાત્રે એક આરોપીને પકડી પાડ્યો હતો. ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓ પૈકી એક આરોપીને અમદાવાદ જનતાનગર પકડવામાં આવ્યો છે. 2 આરોપીઓ ઉત્તર પ્રદેશના ભીંડ જીલ્લાના મહેગાંવ વિસ્તારમાંથી પકડાયા છે. એક આરોપી આમોખ વિસ્તારમાંથી પકડાયો છે. તો એક આરોપીને ડબરા વિસ્તારમાંથી રાઉન્ડઅપ કરવાની કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચની ટીમે કરી છે. મંગળવારે બપોર સુધીમાં ક્રાઇમ બ્રાંચની ટીમ પાંચેય આરોપીઓને લઈને અમદાવાદ આવી પહોંચશે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી હત્યા કરવા માટે વાપરેલા ચપ્પુ તેમ જ 2 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution