રાજકોટ-

રાજકોટ જિલ્લાના જસદણમાં ખાનપર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે હરેશભાઇ સોમાભાઈ કિહલા નામના પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે રાજકોટ રૂરલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે આ અંગે મૃતકની પત્નીની પૂછપરછ હાથ ધરતા તેણે હરેશ શિવકુભાઈ કાઠી અને રામશી રબારી નામના બે ઈસમોને ઉછીના પૈસા આપ્યા હતા તેમ જણાવી આ બંને ઈસમો પર પતિની હત્યાનો આરોપ મૂક્યો હતો. જો કે આ બંને હત્યાના દિવસે અન્ય જગ્યાએ હોવાનું બહાર આવતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઇ હતી.ત્યારબાદ પોલીસને તેના બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે મૃતકની પત્નીને દિનેશ ઉર્ફ મહેશ ચોથાભાઈ મકવાણા નામના પુરુષ સાથે અનૈતિક સંબંધો હતા. આ બાતમીને આધારે પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરતા તે ભાંગી પડી હતો અને મૃતકની પત્નીએ જ મૃતકની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેમજ દોરીથી ગળેટુંપો દઇ હત્યા કરી હોવાની માહિતી આપી હતી.

રાજકોટ જિલ્લાના જસદણમાં બે દિવસ પહેલા હરેશભાઇ કિહલા નામના પુરુષનો મૃતદેહ મળી આવતા રાજકોટ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેનો ગુરુવારે ભેદ ઉકેલતા મૃતકની પત્નીએ જ તેના અનૈતિક સંબંધોને પરિણામે તેના પતિની હત્યા કરી હોવાની વિગતો બહાર આવી હતી.