ગાંધીનગર-

ગુજરાતમાં મુખ્યમંત્રીના સંભવિત ચહેરાઓમાં સૌથી મોટું નામ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું છે જે લેઉઆ પાટીદાર સમુદાયમાંથી આવે છે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અને હાલ લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલનું નામ પણ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ચર્ચાઈ રહ્યું છે. પ્રફુલ ખોડાભાઈ પટેલ 2007 થી 2012 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય રહ્યાં હતા. ગુજરાતમાં તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં ગૃહ રાજ્યમંત્રી તરીકે કામ કર્યું છે.પ્રફુલ પટેલના પિતા સંઘના મોટા કાર્યકર રહ્યા છે. પ્રફુલ ખોડાભાઇ પટેલ હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના વહીવટદાર છે.પ્રફુલ પટેલે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ગુજરાતની હિંમતનગર વિધાનસભાની વર્ષ 2007ની ચૂંટણી જીતીને કરી હતી.પ્રફુલ પટેલના પિતા ખોડાભાઈ રણછોડભાઈ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના નેતા હતા