દિલ્હી-

ભારતીય નૌસેનાએ ફરી એક વખત પોતાની તાકાતનો પરચો દુનિયાને આપ્યો છે. બંગાળની ખાડીમાં તૈનાત એન્ટી શિપ મિસાઈલ કોરા પરથી નૌસેનાએ ટેસ્ટિંગ માટે એક મિસાઈલ લોન્ચ કરી હતી.જેણે ટાર્ગેટના ભુક્કા કાઢી નાંખ્યા હતા.મિસાઈલનુ નિશાન અચૂક રહ્યું હતુ.નેવીએ કહ્યું છે કે, મિસાઈલની મહત્તમ રેન્જનો ઉપયોગ કરીને નિશાન તાકવામાં આવ્યુ હતુ.

યુધ્ધ જહાજ કોરાનુ કામ જ દુશ્મન જહાજાે પર મિસાઈલ લોન્ચ કરીને તેને તબાહ કરવાનુ છે.જહાજ પર કેએચ-૩૫ નામથી ઓળખાતી એન્ટી શિપ મિસાઈલ્સ ગોઠવવામાં આવી છે.ભારત પાસે કોરા જેવા જ બીજા ત્રણ મારકણા એન્ટી શીપ જહાજ છે.જેમાં આઈએનએસ ર્કિચ, આઈએનએસ કુલિશ અને આઈએનએસ કરમુકનો સમાવેશ થાય છે.જે જહાજ પરથી મિસાઈલ લોન્ચ કરાયુ હતુ તે આઈએનએસ કોરા 1998થી ભારતીય નૌસેનામાં સેવા આપી રહ્ય્š છે. આ પહેલા પણ નેવીના અન્ય એક જહાજ પરથી આ જ રીતે મિસાઈલ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.