સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં NCPએ જંપલાવ્યું, આ શહેરના 11 વોર્ડમાં 16 ઉમેદવાર કર્યા જાહેર

રાજકોટ-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. જેથી રાજકીય પાર્ટીઓ દ્વારા ભાવિ ઉમેદવાર નક્કી કરવા માટે સેન્સની પ્રક્રિયા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે NCPએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જે અંતર્ગત NCP રાજકોટની મનપા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી સ્વતંત્ર રીતે લડશે. આ ચૂંટણી માટે NCPએ 16 ઉમેદવારોની પ્રથમ યાદી અને મૅનિફેસ્ટો પણ જાહેર કર્યો છે. જેમાં વોર્ડ નંબર 1, 4, 5, 6, 9, 10, 11, 13, 15, 17, 18ના ઉમેદવારોની જાહેરાત કરાઈ છે. રાજકોટ મનપાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે NCPએ 11 વોર્ડમાં 16 ઉમેદવારો જાહેર કર્યા છે. આ માટે મનપાના વહીવટ પર ધ્યાન રાખવા મોનિટરિંગ સેલ ઉભું કરાશે. આ ઉપરાંત NCP તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ પોતાના ઉમેદવારો જાહેર કરશે. આજે ગુરુવારે NCPએ 16 ઉમેદવારો જાહેર કર્યા છે, જ્યારે ટૂંક સમયમાં મોનિટરિંગ સેલ પણ ઉભું કરશે. આ ઉપરાંત મનપાના વહીવટ પર પણ ધ્યાન રાખશે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. જેથી રાજકીય પાર્ટીઓ દ્વારા ભાવિ ઉમેદવાર નક્કી કરવા માટે સેન્સની પ્રક્રિયા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે NCPએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જે અંતર્ગત NCP રાજકોટની મનપા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી સ્વતંત્ર રીતે લડશે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution