ગુજરાતના નવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ લકી ગણાતા બંગલાનં. 26માં રહેશે, જાણો કેમ છે ખાસ
20, સપ્ટેમ્બર 2021

ગાંધીનગર-

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી જતાં અગાઉ જરૃરી તૈયારી કરી છે. એમણે વડા પ્રધાન મોદીના મેગા ડ્રીમ પ્રોજેક્ટ્‌સની સમીક્ષા બેઠક યોજી અમદાવાદ અને સુરતના મેટ્રોરેલ પ્રોજેક્ટ્‌સ, કચ્છમાં આકાર લઈ રહેલા ૩૦ હજાર મેગાવોટનો સોલાર-વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટ, ગિફ્ટસિટી પ્રોજેક્ટ, સુરતનો ડાયમંડ સિટી પ્રોજેક્ટ, ગાંધીઆશ્રમ પ્રોજેક્ટ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વગેરે અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી હોવાનું જણાવાઈ રહ્યું છે.ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓને આજે રવિવારે બંગલાઓની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં સૌથી લકી માનવામાં આવતો બંગલા નંબર ર૬ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફાળવાયો છે.

સોમવારથી શ્રાધ્ધ પક્ષ શરૃ થતું હોવાથી રવિવાર હોવા છતાં રાજેન્દ્ર ત્રિવેદી સહિતના મંત્રીઓએ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણી તેમનો બંગલો ખાલી કરી દીધો હતો. આજથી શ્રાદ્ધપક્ષ શરૃ થતું હોવાથી ભૂપેન્દ્ર પટેલ સરકારના નંબર ટુ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે રવિવાર હોવા છતાં પોતાનો પદભાર સંભાળી લીધો હતો. રાજેન્દ્ર ત્રિવદીએ આજે ર્સ્વિણમ સંકુલ-૧ ખાતે અનુસૂચિત જાતિની દીકરીઓની ઉપસ્થિતિમાં પૂજા-અર્ચન કરી પ્રવેશ મેળવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે મહેસુલના પડતર કેસોની વહેલી તકે સમીક્ષા હાથ ધરાશે તેમજ જમીનના વેચાણ બાદ નોંધની પ્રક્રિયા વધુ સરળ બનાવાશે. આજે દરેક મંત્રીઓને બંગલા ફાળવવામાં આવ્યા હતા. આવતીકાલથી શ્રાધ્ધની શરૃઆત થઈ રહી છે ત્યારે તેમાં શુભ કાર્યો ન કરાય તેવી માન્યતા હોવાથી સરકારે આજે જ મંત્રીઓને બંગલાની ફાળવણીનો આદેશ કરી દીધો હતો. રાજેન્દ્ર ત્રિવેદીને બંગલા નંબર ર૬, જીતુ વાઘાણીને બંગલા નંબર ૪, ઋષિકેશ પટેલને બંગલા નંબર ર૧, રાઘવજી પટેલને બંગલા નંબર ૩૭, પૂર્ણેશ મોદીને બંગલા નંબર ૧૧ જ્યારે હર્ષ સંઘવીને બંગલા નંબર ૩૭ ફાળવાયો છે. જાે કે સૌથી ભાગ્યશાળી માનવામાં આવતો બંગલા નંબર ર૬ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફાળવાયો છે. આ પૂર્વે જેમને જેમને ર૬ નંબરનો બંગલો મળ્યો છે તેના નસીબ ચમકી ગયા છે. મંત્રી આવાસમાં કુલ ૪ર બંગલાઓ છે. મંત્રી આવાસમાં ૧૩ નંબરનો કોઈ બંગલો જ નથી. ૧૩ નંબરને અપશુકનિયાળ માનવામાં આવતો હોવાથી ૧ર નંબર બાદ બંગલા નંબર ૧ર છ આવે છે. આવી જ રીતે ર૬ નંબરને સૌથી વધુ શુકનિયાળ માનવામાં આવે છે. આ બંગલમાં હંમેશા સરકારના નંબર ટુ મંત્રી રહે છે. તે તેમાં રહેવા જાય પછી મુખ્યમંત્રી બન્યાના અનેક દાખલા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ આવતીકાલ સોમવારે પહેલીવાર શિષ્ટાચાર મુજબ નવી દિલ્હી જશે અને ત્યાં ભાજપના મહાનુભાવોની શુભેચ્છા મુલાકાત લેશે. મુખ્યમંત્રી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી તેમની શુભેચ્છા સાથે તેમનું માર્ગદર્શન મેળવશે. તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની પણ સૌજન્ય મુલાકાત લેવાના છે. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મળવાના છે. આ આખા દિવસની મુલાકાત બાદ તેઓ સાંજે જ ગાંધીનગર પરત આવી જવાના છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution