દિલ્લી-

ગુરુવારે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. આજે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા નથી. તમને જણાવી દઈએ કે બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હતો. ઈંધણ કંપનીઓએ કાલે પેટ્રોલના ભાવમાં 25 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 26 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત 106 રૂપિયાને પાર પહોંચ્યો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં અને મધ્ય પ્રદેશના અનૂપપુરમાં પેટ્રોલ 106 રૂપિયાને પાર જતુ રહ્યુ છે. તમને જણાવી દઈએ કે 135 જિલ્લામાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર જતા રહ્યા છે. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં હાલમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે તેમછતાં દેશમાં ઈંધણના ભાવમાં ચડાવ-ઉતાર ચાલુ છે. દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની વચન કિંમત નક્કી થાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે. અલગ અલગ ખર્ચ અને સ્થિતિને જોડતા પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં શહેર પ્રમાણે કિંમત અલગ અલગ હોય છે.