બીસીએ દ્વારા કોટંબી ખાતે નવું સ્ટેડિયમ તૈયાર થશે

વડોદરા, તા.ર૮ 

બરોડા ક્રિકેટ એસોસિયેશનની ૮૦મી એજીએમ આજે મળી હતી. જેમાં વડોદરા નજીક કોટંબી પાસે બની રહેલ સ્ટેડિયમની કામગીરી આગામી એક-દોઢ વર્ષમાં પૂરી કરવા અને બીસીસીઆઈ પાસેથી બીસીએને ૧૦૦ કરોડથી વધુ લેવાની બાકી રકમ અંગે

ચર્ચા થઈ હતી.

આ અંગે બીસીએની મીડિયા કમિટીના ચેરમેન સત્યજિત ગાયકવાડે જણાવ્યું હતું કે, ક્રિકેટ સ્ટેડિયમ માટે બીસીએ દ્વારા ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યું છે જેમાં ગુજરાત સરકારે સ્ટેડિયમ સુધી ૧૫ મી. પહોળો રસ્તો બનાવી આપવાની ખાતરી આપી હતી, જે કામગીરી ટૂંકસમયમાં શરૂ થશે. આગામી એક વર્ષમાં સ્ટેડિયમની કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે જેથી આગામી વર્ષે આઈપીએલની મેચ વડોદરાને મળી શકે. તેમણે ઉમેર્યું હતું કે આજે મળેલી ૮૩મી એજીએમમાં એપેક્ષ કાઉન્સિલે મંજૂર કરેલા વર્ષ ૨૦૧૯-૨૦ના ઓડિટેડ હિસાબો, વર્ષ ૨૦૨૦-૨૧ માઠે ઓડિટરની નિમણૂક અને ઓમ્બુસ્ડમન એન્ડ એથીક્સ ઓફિસરની નિમણૂક એમ ત્રણ કામો સભ્યોના કન્સન્સ લેવા માટે રજૂ કરાયા હતા. જેના ઉપર સભ્યો પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. આવતીકાલે સાંજે ફરી બીસીસીએની બેઠક મળશે જેમાં વોટિંગ જાહેર કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવી કમિટીએ સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ આજે એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. એક વર્ષમાં તમામ પેન્ડિંગ એજીએમ પૂરી કરી છે. અગાઉ પાંચ પેન્ડિંગ એજીએમ પૂર્ણ કરી હિસાબો બીસીસીઆઈને મોકલવામાં આવતાં એક વર્ષમાં પર કરોડ જેટલી રકમ બીસીસીઆઈમાંથી મળે છે. જ્યારે રૂા.૧૧.૮૭ કરોડ જેટલી રકમ ઈન્કમટેક્સ રિફંડ પેટે મળી છે. આ ઉપરાંત બીસીસીઆઈમાંથી રૂા.૧૦૦ કરોડ જેટલી પેન્ડિંગ ગ્રાન્ટ પૈકીની રકમમાંથી કેટલીક રકમ વર્ષ ૨૦૧૯-૨૦ના હિસાબો મોકલાયા બાદ મળશે. સરકારની મંજૂરી બાદ આગામી એક-દોઢ મહિનામાં ક્રિકેટિંગ એક્ટિવિટી પણ ફરી પૂર્વવત્‌ શરૂ થશે એમ તેમણે કહ્યું હતું. બીસીસીઆઈએ આજે બીસીએની વધુ ર૩.૭૬ કરોડની ગ્રાન્ટ મંજૂર કરતાં બીસીએએ એક વર્ષમાં રૂા.૭પ કરોડની રકમ મળી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution