દેશમાં કોરોના કેસની સંખ્યા 90 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 46,232 નવા કેસો નોંધાયા
21, નવેમ્બર 2020 792   |  

દિલ્હી-

દેશમાં કોરોનાવાયરસ ચેપના કેસો હવે 90 લાખને પાર કરી ગયા છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના નવા 46,232 કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 90,50,597 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 49,715 દર્દીઓ પણ કોરોના ચેપથી સ્વસ્થ થયા છે પરંતુ 564 લોકો પણ મૃત્યુ પામ્યા છે. દેશભરમાં આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં કુલ 1,32,726 લોકોનાં મોત નીપજ્યાં છે. 

24 કલાકમાં દેશમાં નવા દર્દીઓ આવ્યા તેની સંખ્યા દર્દીઓ કરતાં વધુ છે. એટલે કે, રીકવરીમાં વધારો થયો છે. હાલમાં રીરવરી  દર 93.67% છે, જ્યારે સક્રિય દર્દીનો દર 4.85% છે. દેશમાં કોરોના મૃત્યુ દર 1.46% છે, જ્યારે પોઝેટીવ રેટ 4.33% છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4 લાખ 39 હજાર 124 છે, જ્યારે સક્રિય કેસની સંખ્યા 4 લાખ 39 હજાર 747 છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કુલ 10 લાખ 66 હજાર 022 નમૂના પરીક્ષણો લેવામાં આવ્યા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 13 કરોડ 06 લાખ 57 હજાર 808 નમૂનાઓની તપાસ કરવામાં આવી છે.




© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution