ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 23 લાખને પાર
12, ઓગ્સ્ટ 2020 495   |  

દિલ્હી-

દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે., જેથી કુલ કેસોની સંખ્યા 23 લાખને પાર થઈ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 60,963 નવા કેસ સામે આવ્યા છે અને 834 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 23,29,638 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 46,091 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 16,39,599 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,43,948એ પહોંચી છે. મૃત્યુદર ઘટીને 1.99 ટકા થયો છે.

દેશમાં કોરોના વાઇરસનો પોઝિટિવિટી રેટ 8.31 ટકા ચાલી રહ્યો છે. એટલે કે જેટલાં સેમ્પલોની ટેસ્ટિંગ થઈ રહ્યાં છે, એમાં 8.31 ટકા સેમ્પલ પોઝિટિવ નીકળી રહ્યા છે. ગઈ કાલે દેશમાં અત્યાર સુધી સૌથી વધુ ટેસ્ટિંગ થયાં છે. ગઈ કાલે 2,60,15,297 સેમ્પ્લોનાં ટેસ્ટિંગ થયાં છે.

 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution