દિલ્હી-

માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક સફળતા પ્રાપ્ત કરી છે પીએમ નરેન્દ્ર મોદીના ટ્વીટર અકાઉન્ટ ના ફોલોઅર્સની સંખ્યા 60 મિલિયન એટલે કે ૬ કરોડ થઇ ગઇ છે આ સમયે પીએમ મોદીને ટ્વિટર પર છો કરોડ લોકો ફોલો કરે છે. જ્યારે પીએમ મોદી 2354 લોકોને ફોલો કરે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટર પર ભારતના નહીં પરંતુ દુનિયાભરના નેતાઓને ફોલો કરે છે પીએમ મોદીએ વર્ષ 2019 માં ટ્વિટર પર કાઉન્ટ ખુલ્યું હતું તે સમયે કોંગ્રેસ નેતા શશિ થરૂર પણ ટ્વિટર પર આવ્યા હતા પરંતુ તેમના ફોલોવર્સ ની સંખ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતાં ખૂબ ઓછી છે. 

સપ્ટેમ્બર 2019 માં ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોલોઅર્સની સંખ્યા પાંચ કરોડ હતી એટલે કે માત્ર દસ મહિનામાં જ ટ્વિટર પર તેમને એક કરોડ લોકોએ ફોલો કર્યા છે જણાવી દઈએ કે ફોલોવર્સ ની દ્રષ્ટિએ ટ્વિટર પર સૌથી મોટી હસ્તી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા છે ઓબામાની પી એમ કરતાં બમણા લોકો ફોલો કરે છે ઓબામા ઓબામા ના ફોલોઅર્સની સંખ્યા 12 કરોડથી પણ વધારે છે.