ડિસેમ્બરમાં ભારતના ચેન્નઇમાં બિગ બેશ લીગની ઓપનિંગ મૅચ રમાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુલાઈ 2026  |   990


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના રમતગમતના સંબંધોમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત ટી૨૦ ટૂર્નામેન્ટ બિગ બૅશ લીગની આગામી ૨૦૨૬-૨૭ સીઝનની શરૂઆત ભારતમાં થશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનિઝે શુક્રવારે તેમની ત્રણ દિવસીય ભારત મુલાકાતના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને આ મોટી જાહેરાત કરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા અનુસાર, બિગ બૅશ લીગ નો આ પ્રથમ ઐતિહાસિક ઓપનિંગ મુકાબલો ડિસેમ્બરમાં ચેન્નાઈના પ્રખ્યાત એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે રમાશે.આ મેચ બિગ બૅશ લીગના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયાની બહાર રમાનારી સૌપ્રથમ મેચ હશે. ૧૨ ડિસેમ્બરે રમાનારા આ ઐતિહાસિક મુકાબલામાં મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સની ટીમો સામસામે ટકરાશે, જેમાં મેલબોર્ન રેનેગેડ્સને ‘હોમ ટીમ‘ (મેજબાન ટીમ) ગણવામાં આવશે. આ અવસરે બંને દેશોના વડાપ્રધાનોએ રમતગમતના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એક વિશેષ ‘રોડમેપ’ પણ જાહેર કર્યાે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના રમત સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution