અમદાવાદ-

અમદાવાદમાં મહિલાઓ પર દિવસેને દિવસે અત્યાચારો વધી રહ્યા છે, ત્યારે અમદાવાદના અમરાઈવાડીમાં રહેતી એક સગીરાને જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં રબારી કોલોની ખાતે આવેલા ક્લેશીય ચર્ચના પાદરીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેના બિભત્સ ફોટો-વીડિયો મેળવીને તેને બ્લેકમેલિંગ શરૂ કરીને જબરદસ્તીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે જણાવ્યું હતું. તેના માટે પાદરીએ તમામ હદો પાર કરી હતી.

ચર્ચના પાદરીએ સગીરાને વીડિયો કોલ કરીને કપડાં કઢાવી લાઈવ વીડિયો કરવાનું પણ કહેતો હતો. પાદરીએ સગીરાનો નગ્ન વીડિયો પરિવારને મોકલીને બદનામ કરી મૂકી હતી. સમગ્ર ઘટનાની હકીકત સામે આવતા સગીરાએ માતા-પિતાને જાણ કરી હતી. સગીરાની પોલીસ ફરિયાદના આધારે અમરાઇવાડી પોલીસે પાદરી ગુલાબચંદ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શહેરના અમરાઈવાડીમાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરા ધોરણ ૧૧માં અભ્યાસ કરે છે. તે ગત ૨૫ ડિસેમ્બરે પાડોશમાં રહેતી એક મહિલા સાથે રબારી કોલોની ખાતે આવેલી કલેશિયા ચર્ચમાં ગઈ હતી. ચર્ચના પાસ્ટર ગુલાબચંદે સગીરાને જાેતા મનમાં અવળાં વિચારો શરૂ થયા હતા. પાદરીએ સગીરા સાથે થોડી વાતચીત કરીને પોતાના માતા-પિતાને પણ અહીં લાવવા માટે જણાવ્યું હતું.

થોડા દિવસો બાદ ચર્ચના પાસ્ટર ગુલાબચંદના ભત્રીજાનો સગીરાના પિતા પર ફોન આવ્યો હતો અને પરિવારજનોને ચર્ચમાં બોલાવ્યા હતા. બાદમાં ગુલાબચંદ સગીરાના ઘરે પણ આવ્યો હતો. બાદમાં સગીરાના પિતાના ફોન પર આ ગુલાબચંદ અવાર નવાર સગીરાને ફોન કરતો હતો. ત્યારબાદ ચર્ચના પાસ્ટર અને સગીરા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને તે સગીરા પાસે ઘણી વાર કિસ કરતા ફોટો મોકલી તે આઈ લવ યુ પણ કહેતો હતો.

આ ઘટનામાં એટલું જ નહીં, જ્યારે સગીરા એકલી હોય ત્યારે તેને વીડિયો કોલમાં કપડા કાઢવાનું પણ કહેતો હતો. જાે નહિ આપે તો બદનામ કરવાની ધમકી આપતો હતો. ગુલાબચંદ સગીરાને ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું પણ કહેતો હતો. પરંતુ સગીરા જ્યારે માની નહોતી ત્યારે તેને બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. રામોલ પોલીસે આરોપી પાદરીની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.