મોડાસા-

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે અપહરણ,ગુમ થયેલ અને વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલવા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લા પોલીસતંત્રને માર્ગદર્શન અને સૂચના આપતા સ્થાનિક પોલીસ અને વિવિધ એજન્સીઓ સતત દોડધામ કરી રહી છે બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ૪ મહિના અગાઉ કિશોરીનું અપહરણ કરી ફરાર અમીયાપુરના દિપક ઉર્ફે દિપલા રાવળને મોરબી તાલુકાના મકનસર વિસ્તારમાંથી આંબલીયારા પોલીસે દબોચી લઇ અપહત્ય કિશોરીનો છુટકારો કરાવી અપહરણ કરનાર યુવકને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો બાયડ તાલુકાના અમીયાપુર ગામનો દિપક ઉર્ફે દીપલો ધનજીભાઈ રાવળ નામનો યુવાન ચાર મહિના અગાઉ સગીરાનું અપહરણ કરી ફરાર થઇ જતા સગીરાના પરિવારજનોએ આંબલીયારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ આર.એમ.ડામોર અને તેમની ટીમે સગીરાના અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલવા તપાસ હાથધરતા દિપક ઉર્ફે દીપલો રાવળ સગીરાનું અપહરણ કરી મોરબી પંથકમાં નોકરી કરતો હોવાની બાતમી મળતા આંબલીયારા પોલીસે મોરબી પંથકમાં ધામા નાખ્યા હતા અને અપહરણ કરનાર યુવક મકનસર વિસ્તારમાં હોવાનું ખુલતા બાતમી આધારીત સ્થળે ત્રાટકી દીપક ઉર્ફે દિપલા રાવળને ભોગ બનનાર સગીરા સાથે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી આંબલીયારા પોલીસે ચાર મહિના અગાઉ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલ ગુન્હાનો ભેદ ગણતરીના મહિનામાં ઉકેલી નાખી અપહરણ કરનાર આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.