‘હું અણખીનો છુંુ’ તેમ કહેતા જ વરણામા પોલીસ તૂટી પડી
08, જુન 2022

વડોદરા, તા. ૭

અણખી ગામમાં વરણામા પોલીસે દરોડો પાડી બુટલેગરની ધરપકડ કરતા બુટલેગરની તરફેણમાં ટોળું પોલીસ મથકે ધસી જતા વરણામા પોલીસ મથકના પીએસઆઈ અને સ્ટાફે ટોળાને વિખેર્યા બાદ ત્યાં ઉભા રહેલા એક સામાજિક કાર્યકરની પુછપરછ કરી હતી. જાેકે કાર્યકરે પોતે અણખી ગામનો હોવાનું કહેતા જ પીએસઆઈ અને બીટ જમાદારે તેને દંડા ફટકારતાં વિવાદ સર્જાયો છે.

વરણામા પોલીસ મથકની હદમાં પુર્વ પીએસઆઈ બિહોલાની રહેમનજર હેઠળ ધમધમતા દેશી દારૂના અડ્ડાઓ પર ગત રવિવારના બપોરે નવનિયુક્ત પીએએસઆઈ બી.એન.ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડી એક રીઢા બુટલેગરની ધરપકડ કરી હતી. જાેકે બુટલેગરની તરફેણમાં ટોળું વરણામા પોલીસ મથકે ધસી જતા પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેના કારણે પીએસઆઈ ગોહીલ, બીટ જમાદાર ભુપેન્દ્ર પાટણવાડિયા સહિતના સ્ટાફે બળપ્રયોગ કરી ટોળાને વિખેરી નાખ્યું હતું. પોલીસ મથકે થઈ રહેલા હોબાળાના પગલે અણખી ગામમાં રહેતો તેમજ પોર જીઆઈડીસીની ખાનગી કંપનીમાં ફરજ બજાવતો ગૈાતમ બુધ્ધ માનવ સેવા સંધ સંસ્થાના કાર્યકર રજનીકાંત વણકર ત્યાં તમાશો જાેવા ઉભો રહ્યો હતો.

જાેકે ટોળુ વિખેરાઈ જતા પીએસઆઈ ગોહિલ અને બીટ જમાદાર ભુપેન્દ્રસિંહે ત્યાં ઉભા રહેલા રજનીકાંતને તું કેમ અહીં ઉભો છે અને ક્યાંથી આવ્યો છે તેવું પુછ્યું હતુ. રજનીકાતે તે અણખી ગામનો છે તેટલું કહેતા જ પીએસઆઈ અને બીટ જમાદારે તેને દંડા વિંઝ્‌યા હતા. પોલીસના અચાનક હુમલાથી ગભરાયેલો સામાજિક કાર્યકર રજનીકાંતે બચાવ માટે દોટ મુકતા તે ફસડાઈ પડતા તેના હાથ અને પગમાં ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતું પોલીસે દંડો મારતા ઈજાગ્રસ્ત થયાની વાત જાણી તેની તુરંત સારવાર શરૂ નહી કરાતા આખરે તેણે સંસ્થાના પ્રમુખ નટવરભાઈ પરમાર સહિતના કાર્યકરોને જાણ કરતા તેઓ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને ત્યાંથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

જાેકે વરણામા પોલીસે માત્ર અણખી ગામનો વતની હોવાના કારણે જ નિર્દોષ રજનીકાંતના પગમાં દંડા મારવાના બનાવની ગૈાતમ બુધ્ધ માનવ સેવાસંઘના પ્રમુખ અને કાર્યકરોએ જિલ્લા પોલીસ વડા તેમજ આદિજાતિ કલ્યાણ અને તકેદારી વિભાગ વડોદરા અને

અનુસૂચિત જાતિ આયોગની કચેરી અમદાવાદ ખાતે લેખિત ફરિયાદ કરી આ બનાવમાં જવાબદાર પીએસઆઈ ગોહિલ અને બીટ જમાદાર સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution