વર્લ્ડકપમાં સુરક્ષામાં ચુક અંગે પોલીસનો ઉધડો લેવાયો

અમદાવાદ અમદાવાદમાં ભારત-ઑસ્ટ્રેલિયા મેચ બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વર્લ્ડકપની મેચ દરમિયાન સુરક્ષામાં ચુક બદલ અમદાવાદ શહેર પોલીસ અધિકારીઓને ગાંધીનગરથી તેડું આવ્યું છે. મહત્વનું છે કે, મેચ દરમિયાન ક્રિકેટના મેદાનમાં એક યુવક ઘુસ્યો અને તે ચેક વિરાટ કોહલી સુધી પહોંચી ગયો હતો. આ તરફ સમગ્ર ઘટનાની ગૃહ વિભાગે ગંભીર નોંધ લીધી છે અને હવે ગૃહ રાજ્યમંત્રી અધિકારીઓનો ઉધડો લીધો. ગૃહ રાજ્યમંત્રીએ અધિકારીઓનો ફક્ત ઉધડો લઈ સંતોષ માન્યો,જવાબદાર સામે કાર્યવાહી થશે કે કેમ તે મોટો સવાલ.જાે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોત તો જ કોઈ પગલાં લેવાત? અમદાવાદમાં ભારત-ઑસ્ટ્રેલિયા મેચમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ છે. જાેકે ગઈકાલે મેચ દરમિયાન એક ચોંકાવનારી ઘટના પણ સામે આવી હતી. વિગતો મુજબ મેચ દરમિયાન મેદાનમાં એક યુવકે ગેરકાયદેસર પ્રવેશ કરી લીધો હતો. જે બાદમાં યુવકની પોલીસનો અટકાયત કરવામાં આવી હતી. જાેકે આ ઈસમની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. હાલ આ મામલે ચાંદખેડા પોલીસે ઈસમ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ યોજાઇ હતી. આ તરફ ભારતની બેટિંગ દરમિયાન પેલેસ્ટાઈન સમર્થક એક યુવક વિરાટ કોહલી પાસે સ્ટેડિયમમાં પહોંચી ગયો હતો. જે બાદમાં સુરક્ષાકર્મીઓએ યુવકને પકડી પોલીસને સોંપ્યો હતો. આ તરફ પોલીસની પૂછપરછમાં યુવકનું નામ વેન જાેનશન અને તે મૂળ ઓસ્ટ્રેલિયાનો હોવાનું સામે આવ્યું છે. આ તરફ પેલેસ્ટાઈન સમર્થક સુરક્ષા તોડીને મેદાનમાં ઘૂસી જતા ચકચાર મચી ગઈ છે. આ ફેન દોડીને સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલી પાસે પહોંચ્યો અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. તેની ટી-શર્ટ અને ચહેરા પરના માસ્કથી તેને ઓળખી શકાય છે. તેની પાસે પેલેસ્ટાઈનનો ધ્વજ પણ હતો. આ યુવકને અચાનક જાેઈને કોહલી ઘડીક તો ડરી ગયો હતો. પરંતુ બાદમાં સિક્યુરિટી જવાનો પહોંચી ગયા હતા, અને તાબડતોડ યુવકને બહાર લઈ જવાયો હતો.

વર્લ્ડકપની ફાઈનલમાં મેદાન પર ઘૂસી જનારા ઓસ્ટ્રેલિયાના યુવક સામે ગુનો નોંધાયો રિમાન્ડ લેવાશે

અમદાવાદમાં ૧૯ નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલા ભારત-ઓસ્ટ્રેલિયા ફાઇનલના મુકાબલા વચ્ચે આ યુવક વેન જાેન્સન મેદાનમાં ઘુસી ગયો હતો. યુવકે પોલીસના સ્ટાફને ધક્કો મારીને ગેરકાયદેસર રીતે મેદાનમાં પ્રવેશ કર્યો હતો. આ યુવક બેઠક વ્યવસ્થા આગળ ઉભી કરેલી જાળી કૂદીને સ્ટેડિયમમાં ગયો હતો. ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ વચ્ચે ફાઈનલમાં મેદાન પર ઘૂસી જનારા ઓસ્ટ્રેલિયાના વેન જાેન્સનની ધરપકડ કર્યા બાદ તેની સામે ગુનો નોંધ્યો છે. ચાંદખેડા પોલીસ વેન જાેન્સનના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરશે. વેન જાેન્શન સામે ઓસ્ટ્રેલિયામાં ત્રણ ગુના નોંધાયેલા છે.ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન ગેરકાયદેસર રીતે વિરાટ કોહલી સુધી આ યુવક પહોંચ્યો હતો. વિદેશી યુવકના ટીશર્ટ પર વિવાદિત લખાણને લઈને કોઈ ઉલ્લેખ નથી. ,તેની પાસે પેલેસ્ટાઈનનો ધ્વજ પણ હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution