રાજકોટ-

આપણે એક તરફ સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ છીએ તો બીજી તરફ રાજકોટ સહિત ગુજરાતભરમા મહિલા પર અત્યાચારની ખબરો અવારનવાર સામે આવતી હોય છે. શહેરના મહિલા પોલીસ મથકમાં વધુ એક પરિણીતાએ પોતાના પતિ સહિત સાસરિયા પક્ષના લોકો વિરૂદ્ધ શારીરિક માનસિક ત્રાસ તેમજ દહેજની માંગણી કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પતિએ નાઈટ ડ્રેસ નહિ પહેરવાનું કહી માર માર્યો હતો. તો સાથે જ પતિના અન્ય મહિલા સાથેના સંબંધની જાણ થતાં ઊલટા ચોર કોટવાલ કો ડાટેની માફક પતિએ સોશીયલ મીડિયામાં પત્નીને બદનામ કરવા પોસ્ટ મૂકી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

શહેરના ભદ્ર સમાજને બદનામ કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં રાજકોટની સરકારી પોલીટેકનિક કોલેજમાં પ્રોફસર તરીકે ફરજ બજાવતી પ્રિયા બલદાણીયાએ પોતાના પતિ આશિષભાઇ ધિરજલાલ બલદાણીયા, સસરા ધિરજલાલ કરશનભાઇ બલદાણીયા, સાસુ જશવંતીબેન ધિરજલાલ બલદાણીયા વિરૂદ્ધ ૈંઁઝ્ર ની કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા દહેજ ધારા ૩,૪ હેઠળ ફરિયાદ નોંધાવી છે. સરકારી પોલીટેકનિક કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી પ્રિયા બલદાણીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે,

લગ્નના અઢી માસ બાદ થી તેના પતિ તેમજ સાસુ સસરા સહિતનાઓએ શારીરીક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. લગ્નના અઢી મહિના બાદ નાઈટ ડ્રેસ નહિ પહેરવાનું કહી તેના પતિએ તેને ઢોર માર માર્યો હતો. મહિલાએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે જ્યારે પતિ અંગે સાસુ સસરાને ફરિયાદ કરતા સાસુએ જણાવ્યું હતું કે, આપણા ઘરમાં પુરુષોનું ચાલે છે, તે કહે તેમ જ કરવાનું. આમ, કહી મારા સાસુ સસરા મારા પતિને ચડામણી કરતા હતા.