/
ભારતમાં કુપોષણનો દર ઘટ્યો, લોકોમાં સ્થૂળતા વધી

જીનીવા-

ભારતીયોમાં છેલ્લા એક દાયકા જેટલા સમયમાં કુપોષિત લોકોની સંખ્યાનાં પ્રમાણમાં છ કરોડનો ઘટાડો તેમ જ પુખ્તવયના લોકોમાં સ્થૂળતાના પ્રમાણમાં વધારો થયો હોવાનું સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં જણાવ્યા અનુસાર વર્ષ 2019માં વિશ્ર્‌વભરમાં કુપોષિત લોકોનું પ્રમાણ 69 કરોડ જેટલું હતું જે વર્ષ 2018ના પ્રમાણમાં એક કરોડ જેટલું વધુ હતું. અહેવાલમાં જણાવ્યા અનુસાર દેશમાં કુપોષિત લોકોનું પ્રમાણ વર્ષ 2004-06ના 24.94 કરોડથી ઘટીને વર્ષ 2017-19 દરમિયાન 18.92 કરોડ થઈ ગયું હતું.

આ આંકડાને ટકાવારીમાં જાેવામાં આવે તો દેશમાં કુપોષિત લોકોનું પ્રમાણ વર્ષ 2004-06ના દેશની કુલ વસતીના 21.07ટકાથી ઘટીને વર્ષ 2017-19 દરમિયાન 14 ટકા થઈ ગયું હતું.

વર્ષ 2012થી વર્ષ 2016ના સમયગાળા દરમિયાન ભારતમાં પુખ્તવયના લોકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધુ જાેવા મળ્યું હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. પાંચ વર્ષની ઓછી વયના બાળકોમાં કુપોષણનું પ્રમાણ વર્ષ 2012 ના 47.08 ટકાથી ઘટીને વર્ષ 2019માં 34.07 ટકા એટલે કે6.2કરોડથી ઘટીને 4.03 કરોડ થઈ ગયું હતું, એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution