વડોદરા, તા.૨૭

શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી સુરૂચી પાર્ક સોસાયટીમાં અનેક રજૂઆત કરવા છતા દુષિત પાણીની સમસ્યા હલ નહી થતા પાલિકાની કચેરીએ મોરચો લઈને રજૂઆત કરવા આવેલા રહીશોમાં એક રહીશે આક્રોશ પૂર્વક રજૂઆત કરી હતી.દરમિયાન એકાએક પાલિકાની લોબીમાંજ ઢળી પડતા તેમનુ મોત નિપજ્યુ હતુ.પાલિકા તંત્ર દ્વારા સમસ્યાના નિરાકરણ માટે સોસાયટીની પાણીની લાઈન કાંપીને ખાડા ખોદ્યા છે.ત્યારે આજે જેસીબી લઈને કમ્પાઉન્ડ વોલ તોડવા પાલિકાની ટીમ પહોંચતા સ્થાનિક મહિલાઓએ સમસ્યાનુ ઉકેલ લાવી નહી શકનાર તંત્ર વિરોધ કરી રોષ વ્યક્ત કરતા પાલિકાની ટીમ પાછી ફરી હતી.જાેકે, આજે પણ આ સોસાયટીની કોઈ અધિકારી કે સ્થાનિક કાઉન્સિલરોએ મુલાકાત લીધી નહી હોવાનું જાણવા મળે છે.

કોઈ જબરદસ્તી કરશે તો હું આત્મવિલોપન કરીશ

મારી પાસે પૈસા ના હોય તો હું ઉધાર લાવીને પણ કોર્પોરેશનનો વેરો સમયસર ભરું છું. તો પછી આખા શહેરની જેમ મારા ઘરે પીવાનું શુદ્ધ પાણી કેમ ના આવે? કોર્પોરેશનમાં વારંવાર રજૂઆતો કરી છતાંય કોઈ ઉકેલ આવતો નથી. કાઉન્સિલરો પણ અમારી વાત સમજતા નથી. સાહેબ, અમારા ઘરમાં વર્ષોથી ગટરનું ગંધાતું પાણી આવે છે. ગઈકાલે રજૂઆત કરવા ગયા હતા. અમારા પડોશી શંકરલાલ ઢળી પડ્યાં. એમના મૃત્યુનો અફસોસ પણ નથી. હજી એમની ચિતાની રાખ પણ ઠંડી પડી નથી ત્યાં તો આજે સવારે કોર્પોરેશનના અધિકારીઓ જેસીબી લઈ આવી ગયા. કોઈ નોટિસ આપી નથી. અમે અમારાં મકાન પર જેસીબી ફેરવવા દેવાના નથી. જાે, કોઈ જબરદસ્તી કરશે તો હું આત્મવિલોપન કરી નાખીશ. - સુનીલ વસંતરાવ ફડકે, રહેવાસી

ત્રીસ વર્ષથી ગટરનું ગંધાતુ પાણી આવે છે

આજે સવારે ડો. શિતલ મિસ્ત્રીનો મને ફોન આવ્યો. કહેતા હતા કે, તમે મીડિયાવાળાની ચઢામણીથી રજૂઆત કરો છો. મેં એમને કહ્યું કે, સાહેબ શું અમે નાના કીકા છીએ? અમારા ઘરે છેલ્લા ત્રીસ વર્ષથી ગટરનું ગંધાતુ પાણી આવે છે. રજૂઆત કરતા-કરતા અમારા ચંપલ ઘસાઈ ગયા. - રેખાબેન શાહ

વેરો ભરીએ, ય્જી્‌ ભરીએ, ખાલી પાણી માગીએે

વેરો ભરીએ, જીએસટી ભરીએ, ખાલી પાણી માગીએ, પાણી ચોખ્ખું આપો. અમને પાણી ચોખ્ખું નહીં આપો ને કોઈ બીમાર પડે તેનો જવાબદાર કોણ? દવાખાને જઈએ તો ડોક્ટર ખાલી જાેવાના સો રૂપિયા લઈ લે છે. અમે સારવારના પૈસા ક્યાંથી લાવવાના...

મૃતક શંકરભાઈના આખરી શબ્દો...