લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, એપ્રીલ 2026 |
1980
અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી હવે કોરી કટ જાેવા મળશે. વાસણા બેરેજના ૧૮ દરવાજાનું ચોમાસા પહેલાં રિપેરિંગ કામ તેમજ જર્જરિત સુભાષબ્રિજને તોડવા નદીમાંથી પાણી ખાલી કરવામાં આવ્યું છે. ૧૫ એપ્રિલથી ૧૫ જુન સુધી સાબરમતી નદીને ખાલી રાખવામાં આવનાર છે. માહિતી મુજબ, ડેમ સેફ્ટી અંતર્ગત ચાલુ વર્ષે કરવામાં આવેલા પ્રિ-મોન્સૂન ઇન્સ્પેક્શન દરમિયાન નિષ્ણાતો દ્વારા બેરેજની સુરક્ષા સુનિશ્ચિત કરવા ૧૮ નવા દરવાજા બનાવવાની ભલામણ કરવામાં આવી હતી. બે મહિના જેટલા સમયમાં સુભાષબ્રિજને પણ રિપેર કરી દેવાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન બાદ બ્રિજનું સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી શરૂ કરી દેવાશે.