દિલ્હી-

દેશમાં માર્ચ 2020 થી કોરોના ના કહેરમાં અત્યારસુધીમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યા અનુસાર સત્તાવાર રીતે 3.11 લાખ થી વધુ લોકોના કોરોના થી નિધન થયા છે. આ સાથે સતત સારવાર આપી રહ્યા કોરોના વોરિયર જેમકે ડોકટર, નર્સ, પેરા મેડિકલ ટીમ, સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસો.એ એક યાદીમાં જણાવ્યા અનુસાર માર્ચ 2021 થી શરૂ થયેલ કોરોનાની બીજી લહેરમાં કુલ 513 ડોકટરો કોરોનાથી જીવનદીપ બૂઝાયો છે. સૌથી વધુ દિલ્હીમાં 103 ડોકટરોને અવસાન થયા છે. અન્ય રાજ્યો જેમકે આંધ્ર પ્રદેશમાં 29, આસામમાં 6, બિહારમાં 96, છત્તીસગઢમાં 3, ગુજરાતમાં 31, ગોવામાં 2, હરિયાણામાં 2, જમ્મુ કાશ્મીરમાં 3, ઝારખંડમાં 29, કર્ણાટકમાં 8, કેરળમાં 4, મધ્ય પ્રદેશમાં 13, મહારાષ્ટ્રમાં 15, ઓડિશામાં 16, પુદુચેરીમાં 1, પંજાબમાં 1, રાજસ્થાનમાં 39, તામિલ નાડુંમાં 18, તેલંગણામાં 29, ત્રિપુરામાં 2, ઉત્તર પ્રદેશમાં 41, ઉત્તરાખંડમાં 2, પશ્ચિમ બંગાળમાં 19, અન્ય રાજ્યમાં 1 ડોકટરો પોતાનું કર્તવ્ય નિભાવતા શહીદ થયા છે, તેવું ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનએ યાદીમાં જણાવ્યું છે.