મુંબઇ,
ગ્લેનમાર્ક ફાર્માનો શેર ૨૮ ટકા ઉછળ્યો,રૂપિયો ૧૭ પૈસા મજબૂત
સોમવારે પોઝિટિવ વલણ સાથ શરૂઆત કર્યા બાદ અંતિમ સેશનમાં પણ શેરબજારમાં તેજી યથાવત રહી છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૭૯ અંક અથવા ૦.૫૨ ટકા વધીને ૩૪,૯૧૧ નજીક જ્યારે નિફ્ટી ૫૦ આંક ૬૬ અંક અથવા ૦.૬૫ ટકા ઉછળીને ૧૦,૩૧૧ નજીક બંધ આવ્યા છે.
જ્યારે બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સ દિવસભરની વધઘટ બાદ ૩૭૦ પોઈન્ટ ઉછળીને ૨૧,૭૦૮ નજીક સેટલ થયો છે. બીએસઈ પર મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ અનુક્રમે ૨.૦૨ ટકા અને ૧.૩૬ ટકા ઉછળીને બંધ આવ્યા છે. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે નિફ્ટી પર ફાર્મા ઈન્ડેક્સ, એફએમસીજી, મીડિયા વધીને સેટલ થયા છે. ઉપરાંત બીએસઈ પર પણ ટેક ઈન્ડેક્સને છોડી લગભગ તમામ સેક્ટર્સ વધીને બંધ આવ્યા છે.
ચલણની વાત કરીએ તો ફોરેક્સ માર્કેટમાં આજે ડોલર સામે રૂપિયો ૧૭ પૈસા વધીને ૭૬.૦૩ રૂપિયા પ્રતિ ડોલર(અસ્થાઇ દર) પર બંધ આવ્યો છે. આ પહેલા ડોલર સામે રૂપિયો ૭૬.૧૬ પર ખુલ્યો હતો. દેશમાં કોરોના વાયરસની Âસ્થતિ અને ચીન સાથે સીમા વિવાદની અસર આ સપ્તાહે ભારતીય માર્કેટમાં જાવા મળશે એમ બજાર નિષ્ણાતોનું માનવું છે. આપણે જણાવી દઈએ કે હાલ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૪ લાખ ૨૫ હજારને પાર પહોંચી છે જ્યારે લગભગ ૧૩,૬૯૯ લોકોના મોત થયા છે.
આજે ફાર્મા કંપની ગ્લેનમાર્ક ફાર્માનો શેરભાવ ૨૮ ટકા ઉછળીને બંધ આવ્યો છે. આ પહેલા ૪૫૦.૨૫ પર ખુલી દિવસભરમાં ૫૭૩.૦૫ ની ટોચની સપાટી અને ૪૫૦.૨૫ની નીચલી સપાટી નોંધાવ્યા બાદ અંતિમ સેશનમાં ગ્લેનમાર્કનો શેર ૧૧૫.૬૫ પોઈન્ટ અથવા ૨૮.૨૫ ટકા ઉછળીને ૫૨૫ પર બંધ આવ્યો છે. આપણે જણાવી દઈએ કે ગ્લેનમાર્ક ફાર્મા ને કોરોના વાયરસની દવા બનાવવા મંજૂરી મળી છે. ગ્લેનમાર્ક ફાર્માએ FabiFlu બ્રાન્ડના નામથી એન્ટીવાયરલ દવા Favipiravir લોન્ચ કરી છે. જેને ડ્ઢય્ઝ્રૈંની અમુક શરતો સાથે ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. અત્યાર સુધી ત્રણ કંપનીઓએ દવા લોન્ચ કરી છે. સૌથી પહેલા ગ્લેનમાર્ક ફાર્મા પછી હેટરો Hetero Drugs અને હવે સિપ્લાએ દવાનું લોન્ચિંગ કર્યું છે.
Loading ...