અમદાવાદ-

રાજ્ય સરકારે હાર્દિક પટેલની અરજી સામે વિરોધ કર્યો હતો. હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર ન જવા દેવો નથી તેવી સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલને રાજ્યની બહાર નહિ જવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે.

રાજ્ય બહાર જવાની માંગણી સાથે એક વાર ફરી કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ કોર્ટના શરણે ગયા હતા. હાર્દિકે પટેલે રાજ્ય બહાર જવા પરમિશન માંગતી અરજી કરી હતી. ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. હાર્દિક પટેલે રાજ્ય બહાર જવા માટેની શરતો હળવી કરવાની કોર્ટ સામે માંગણી કરી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાથી અન્ય રાજ્યોમાં જવું પડતું હોય છે તેવું તેમણે પોતાની અરજીમાં કહ્યું હતું. પરંતુ હવે કોર્ટે તેમની માંગણી ફગાવી દીધી છે. જેની સુનવણી આજે હાથ ધરાઈ હતી. હાર્દિક પટેલે 3 મહિના સુધી ગુજરાત છોડવાની મંજૂરી માંગી હતી.