યુવકને લાકડીના ફટકા મારી ત્રણ દાંત તોડી નાંખનાર ભરવાડ ત્રિપુટી ઝડપાઈ
05, માર્ચ 2023

વડોદરા, તા. ૪

મકરપુરા ગામમાં જયરામનગર પાસે બાઈક ધીમી ચલાવવાનું કહેનાર વિધર્મી યુવકને જાહેરમાર્ગ પર ઘેરી લઈ ઢોર માર માર્યા બાદ ડાંગનો ફટકો મારી રોડ પર પાડી દઈ ત્રણ દાંત તોડી નાખવાના બનાવમાં માંજલપુર પોલીસે સગીર સહીત ચાર માથાભારે ભરવાડોને ઝડપી પાડ્યા હતા.

મકરપુરા ગામમાં સ્વામીનારાયણ મંદિર સામે મરાઠીચાલીમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાહ કરતા સમીર ઐયાસભાઈ પઠાણ ગત ૧લી તારીખના બપોરે મકરપુરા ગામ જયરામનગર પાસે બકરો લઈ રોડ પર ઉભો હતો તે સમયે મકરપુરાગામ જશોદા કોલોનીના નાકે ભરવાડવાસમાં રહેતો મેહુલ ભરવાડ તેની એકદમ નજીકથી પુરઝડપે બાઈક પર પસાર થયો હતો જેના કારણે અકસ્માત થતાં રહી ગયો હતો. સમીરે તેને બાઈક જાેઈને ચલાવવાનું કહેતા જ મેહુલે બોલાચાલી કર્યા બાદ ફોન કરીને મકરપુરા ભરવાડવાસમાં રહેતા તેના સાગરીતોને સંજય ભરવાડ, ધમો ભરવાડ અને દેવરાજ ભરવાડને બોલાવ્યા હતા.

ઘટનાસ્થળે દોડી આવેલા તમામ ભરવાડોએ ભેગા મળીને સમીર પઠાણને જાહેરમાર્ગ પર ઘેરી લઈ ઢોર માર્યો હતો અને ડાંગનો ફટકો મારી નીચે પાડી દેતા સમીરના ત્રણ દાંત તુટી ગયા હતા જે બનાવની સમીરે માથાભારે ભરવાડો સામે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં સંડોવાયેલા ધર્મેશ ભરવાડ, સંજય ભરવાડ, દેવરાજ ભરવાડ અને એક સગીર વયના આરોપીને મકરપુરા પોલીસે આજે ઝડપી પાડ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution