વડોદરા : આજવારોડ પર રહેતા નોકરિયાત દંપતી વચ્ચે પતિના લગ્નેત્તર સંબંધો હોવાના મુદ્દે લાંબા સમયથી થઈ રહેલા ઝઘડાનો ગઈ કાલે કરુણ અંત આવ્યો હતો. ગઈ કાલે ઘરેથી ઝઘડો કરીને નીકળેલી નર્સ પત્નીને શિક્ષક પતિ રસ્તામાં આંતરીને કારમાં બેસાડીને હાઈવે પર લઈ ગયો હતો અને ત્યાં ફરી બોલાચાલી થતાં પતિએ કપડા ધોવાના ધોકાના માથામાં ફટકા મારી તેમજ ગળુ દબાવીને પત્નીની હત્યા કરી હતી અને ત્યારબાદ લાશને કારમાં મુકીને ખોડિયારનગર પાસે વૈકુંઠ સોસાયટીના નાકા પર ફેંકી તે ઘરે રવાના થયો હતો. 

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની મધુવન સોસાયટીમાં રહેતા શિલ્પાબેન કાંતિલાલ પટેલનું ગત ૧૯૯૯માં તેમના ગામના પાદરા ફળિયામાં રહેતા ૪૦ વર્ષીય જયેશ રમેશભાઈ પટેલ જે મુળ મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના કુંભરવાડી ગામનો વતની છે અને હાલમાં આણંદના નાપાડ ખાતે સીઆરસીમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમની સાથે જ્ઞાતીના રિવાજાે મુજબ લગ્ન થયું હતું. ૩૯ વર્ષીય શિલ્પાબેને લગ્નજીવન દરમિયાન બે સંતાનોને જન્મ આપ્યો હતો જેમાં મોટી પુત્રી ૧૬ વર્ષની અને નાનો પુત્ર ૯ વર્ષનો છે. શિલ્પાબેન કારેલીબાગની મેન્ટલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હોઈ દંપતી બંને સંતાનો સાથે કારેલીબાગમાં અનુસંધાન પાન નં.૯...

 અમિતનગર પાસે પ્રેસ વસાહતમાં રહેતું અને છેલ્લા છ વર્ષથી પરિવાર આજવારોડ પર કમલાનગર તળાવની બાજુમાં અમરદિપ હોમ્સમાં રહેવા ગયુ હતું.

 છેલ્લા કેટલાક સમયથી શિલ્પાબેનને એવી શંકા ઉભી થઈ હતી કે તેમના પતિ જયેશ લગ્નેત્તર સંબંધો ધરાવે છે. આ મુદ્દે દંપતી વચ્ચે વારંવાર બોલાચાલી ઝઘડા થતા જયેશ પત્નીની મારઝુડ પણ કરતો હતો. ગઈ કાલે સાંજે પણ દંપતી વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી અને ત્યારબાદ શિલ્પાબેન તેમની એક્ટિવા પર સાંજે સાત વાગે નોકરીએ જવા માટે નીકળ્યા હતા. શિલ્પાબેન રોજ ન્યુવીઆઈપીરોડવાળા રસ્તેથી નોકરીએ જતા હોવાની જાણ થતાં તેમનો પતિ જયેશ તુરંત તેની સ્વીફ્ટ કાર લઈને પુરઝડપે નીકળ્યો હતો. તે આજવારોડથી નીકળીને ન્યુવીઆઈપીરોડ પર સાંઈદિપ સોસાયટીથી વૈકુંઠ -૨ સોસાયટી તરફ જવાના સુમસામમાર્ગના વળાંક પર આવીને કાર લઈને ઉભો રહ્યો હતો. દરમિયાન સામેની તરફથી આવેલા શિલ્પાબેનને તેણે આંતરીને ઉભા રાખ્યા હતા અને તેમની એક્ટિવા રોડની એક સાઈડમાં મુકાવીને તે વાત કરવાના બહાને પત્નીને કારમાં બેસાડીને પાંજરાપોળ હાઈવે તરફ આવેલા ખુલ્લા મેદાનમાં લઈ ગયો હતો.

મેદાનમાં ફરી દંપતી વચ્ચે બોલાચાલી થતા જ ઉશ્કેરાયેલા જયેશે કારની ડેકીમાં મુકેલો પ્લાસ્ટીકનો કપડા ધોવાનો વજનદાર ધોકો બહાર કાઢ્યો હતો અને શિલ્પાબેનના માથાના પાછળના ભાગે ત્રણ ફટકા મારી તેમની હત્યા કરી હતી અને લાશને કારમાં મુકીને તેણે લાશને શિલ્પાબેનની એક્ટિવા મુકી હતી ત્યાં ફેંકી ફરાર થયો હતો. ગઈ કાલે રાત્રે રાહદારીઓએ અજાણી મહિલાની લાશ પડ્યાની હરણી પોલીસને જાણ કરતા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પ્રાથમિક તપાસમાં શિલ્પાબેનની તેમના પતિએ જ હત્યા કરી હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે પતિ જયેશની અટકાયત કરી તેના કોરોના ટેસ્ટની તજવીજ હાથ ધરી છે.

પોસ્ટમેન સાળાએ પાંચ માસ અગાઉ બનેવીને સમજાવ્યા હતા

 પાંચેક માસ અગાઉ શિલ્પાબેને ઉમરેઠમાં રહેતા તેમના નાના ભાઈ પિયુષ જે ઉમરેઠ પોસ્ટઓફિસમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવે છે તેને ફોન કરીને જાણ કરી હતી કે તારા બનેવી મારી સાથે નાની નાની વાતોમાં બોલાચાલી કરી ઝઘડો કરે છે અને મને મારે પણ છે. આ જાણકારીના પગલે પિયુષભાઈ અત્રે બહેનના ઘરે દોડી આવ્યા હતા અને તેમણે બેન-બનેવી બંનેને સમજાવ્યા હતા. જાેકે સમજાવટ બાદ પણ પતિ મારઝુડ કરતા હોવાની શિલ્પાબેને તેમના ભાઈને જાણ કરી હતી. ગઈ કાલે બેનની હત્યાની જાણ થતાં અત્રે દોડી આવેલા પિયુષભાઈએ આખરે તેમના બનેવી વિરુધ્ધ બેનની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

હત્યાને અકસ્માતમાં ખપાવવા એક્ટિવાને નીચે પાડી દીધી

જયેશે હાઈવે પર મેદાનમાં પત્ની શિલ્પાબેનના માથામાં ધોકાના ત્રણ ઘા માર્યા હતા. તો પોતાની કરતુતો પકડાઈ જશે તેવી ભીંતીએ જયેશે બંને હાથે પત્નીનું ગળું દબાવી રાખ્યું હતું. શિલ્પાબેન મરી ગયા હોવાની ખાત્રી થતાં જયેશે અંધારાનો લાભ લઈ પત્નીની લાશને કારમાં મુકીને ફરી વૈકુંઠ-૨ સોસાયટીના ટર્ન્િંાગ પાસે આવ્યો હતો અને શિલ્પાબેનની એક્ટિવા જ્યાં મુકી હતી ત્યાં કાર લાવી તેણે શિલ્પાબેનની લાશને રોડ પર ફેંકી દીધી હતી. પત્નીની હત્યાને અક્સ્માતમાં ખપાવવા માટે તેણે એક્ટિવાને કારની ટક્કર મારી નીચે પાડી દીધી હતી અને તે આજવાચોકડી તરફ ફરાર થયો હતો.