લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, એપ્રીલ 2026 |
3366
આજના સમયમાં જ્યારે બુલેટ ટ્રેન અને વંદે ભારત જેવી હાઈ-સ્પીડ ટ્રેનોની ચર્ચા થઈ રહી છે, ત્યારે શું તમે ક્યારેય એવી ટ્રેન વિશે સાંભળ્યું છે જે માત્ર ૨૯૦ કિલોમીટરનું અંતર કાપવા માટે આખો દિવસ એટલે કે ૧૦ કલાકનો સમય લે છે? આ કોઈ ટેકનિકલ ખામી નથી, પરંતુ આ ટ્રેનની વિશેષતા છે. આ ટ્રેનનું નામ છે ‘ગ્લેશિયર એક્સપ્રેસ‘ તે વિશ્વની સૌથી ધીમી એક્સપ્રેસ ટ્રેન તરીકે જાણીતી છે. ચાલો જાણીએ આ ટ્રેન ક્યાં ચાલે છે અને તેની પાછળનું કારણ શું છે.
ગ્લેશિયર એક્સપ્રેસ ટ્રેન જેની ગણના વિશ્વની સૌથી ધીમી ટ્રેનોમાં થાય છે. ખાસ વાત એ છે કે, તેની ધીમી ગતિ જ તેને ખાસ બનાવે છે, કારણ કે મુસાફરો આ મુસાફરી દરમિયાન પ્રકૃતિના અદભૂત નજારાનો ભરપૂર આનંદ માણી શકે છે. આ ટ્રેન સ્વિટ્ઝર્લેન્ડની સુંદર પહાડીઓ વચ્ચે ચાલે છે અને ઝર્મટથી સેન્ટ મોરિટ્ઝ સુધીની મુસાફરી ખેડે છે. આશરે ૨૯૦ કિલોમીટર લાંબા આ રૂટને કાપવામાં તેને ૮થી ૧૦ કલાકનો સમય લાગે છે. જ્યાં સામાન્ય રીતે ટ્રેનો તેમની ઝડપી ગતિ અને આરામદાયક મુસાફરી માટે જાણીતી છે, ત્યાં વિશ્વમાં એક એવી ટ્રેન પણ છે જે તેની ધીમી ગતિને કારણે ખાસ ઓળખ ધરાવે છે. ચાલો જાણીએ એ અનોખી ટ્રેન વિશે શું ખાસ છે.
આ જ કારણ છે કે, તેને વિશ્વની સૌથી ધીમી ટ્રેન કહેવામાં આવે છે. જાેકે તેની ઝડપ ભલે ઓછી હોય, પરંતુ આ યાત્રા પોતાનામાં ખૂબ જ ખાસ અને યાદગાર હોય છે. ગ્લેશિયર એક્સપ્રેસનો ઇતિહાસ પણ ઘણો જૂનો છે. તેની શરૂઆત પહેલીવાર વર્ષ ૧૯૩૦માં કરવામાં આવી હતી.
શરૂઆતના તબક્કામાં આ ટ્રેનમાં મુસાફરોની સંખ્યા ઓછી હતી, પરંતુ સમય જતાં તેની લોકપ્રિયતા વધતી ગઈ. જેમ-જેમ મુસાફરોની સંખ્યા વધી, તેમ-તેમ તેના ડબ્બાઓની સંખ્યા પણ વધારવામાં આવી છે. આજે આ ટ્રેન વિશ્વભરના પ્રવાસીઓ માટે એક મોટું આકર્ષણ બની ગઈ છે. આ ટ્રેનની ખાસિયત માત્ર તેની ધીમી ગતિ જ નથી, પરંતુ તેનો રોમાંચક રૂટ પણ છે. આ મુસાફરી દરમિયાન સેંકડો પુલ અને ૯૦થી વધુ ટનલમાંથી પસાર થાય છે, જે મુસાફરીને વધુ રોમાંચક બનાવી દે છે. સ્વિટ્ઝર્લેન્ડની બરફથી ઢંકાયેલી પહાડીઓ, લીલાછમ મેદાનો અને સુંદર ખીણો આ મુસાફરીને એક સપના જેવી બનાવી દે છે.
જાે ભારતની વાત કરીએ તો, અહીં પણ એક એવી ટ્રેન છે જે તેની ધીમી ગતિ માટે જાણીતી છે. આ છે મેત્તુપાલયમ-ઊટી નીલગિરી પેસેન્જર ટ્રેન, જે પહાડી વિસ્તારોમાં ચાલે છે. આ ટ્રેન અંદાજે ૪૬ કિલોમીટરની મુસાફરી લગભગ ૫ કલાકમાં પૂર્ણ કરે છે. તેની ધીમી ગતિનું કારણ ઊંચાઈ અને વળાંકવાળા રસ્તાઓ છે, જે તેને ખાસ બનાવે છે. ભલે તે સ્વિટ્ઝર્લેન્ડની ગ્લેશિયર એક્સપ્રેસ હોય કે ભારતની નીલગિરી ટ્રેન, તેમની ધીમી ગતિ જ તેમની સૌથી મોટી ખાસિયત છે. આ ટ્રેનો માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું સાધન નથી,