મુંબઇ

વિદ્યા બાલન અભિનિત ડ્રામા ફિલ્મ 'શેર્ની' નું એક ખાસ ગીત રિલીઝ થયું છે. આ ગીતનાં બોલ છે- 'મેં શેરની'. આ વિશેષ સાઉન્ડટ્રેકને સિંગર અકાસા અને રફ્તારે પોતાના સુરથી સજાવ્યુ છે. આ ટ્રેક સિંહણોની હિંમતને સલામ કરે છે. તેમની પ્રશંસા કરે છે, જેમણે બધા અવરોધોને હરાવ્યાં અને જૂની માન્યતાઓને હરાવીને પોતાનું સ્થાન બનાવ્યું છે.

ફિલ્મનો આ ટાઇટલ ટ્રેક વિશ્વભરની મહિલાઓની હિંમતને સલામ કરે છે.મ્યુઝિક વીડિયોમાં વિદ્યા બાલન સાથે મીરા એરડા (એફ 4 રેસર અને ડ્રાઈવર કોચ), નતાશા નોએલ (બોડી પોઝિટિવિટી ઇન્ફ્લુએન્સર અને યોગા ટ્રેઇનર), ઇશના કુટ્ટી (સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુઅન્સર અને હુલા-હૂપ ડાન્સર), ત્રિનેત્રા હલ્દર (કર્ણાટકના પ્રથમ ટ્રાન્સજેન્ડર ડૉક્ટરમાંથી એક), જયશ્રી માને (બીવાયએલ નાયર હોસ્પિટલની ફ્રન્ટ લાઇન યોદ્ધા), રિદ્ધિ આર્ય (ફ્રન્ટલાઈન યોદ્ધાઓને ખોરાક વહેંચતી વિદ્યાર્થી), અનિતા દેવી (સેક્યોરિટી ગાર્ડ), સીમા દુગ્ગલ (શિક્ષક), અર્ચના જાદવ (હાઉસ હેલ્પ) જોવા મળે છે.

મહિલાને સિંહણ થવા માટે બરાડવાની જરૂર નથી

રાઘવ દ્વારા લખાયેલું ગીત 'મેં શેરની' ઉત્કર્ષ ધોટેકર દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે. આ ગીત 15 મી જૂનથી તમામ મ્યુઝિક પ્લેટફોર્મ્સ-એમેઝોન પ્રાઇમ મ્યુઝિક,સ્પોટીફાઈ,ગાના, સાવન, વિંક વગેરે પર સ્ટ્રીમ કરવામાં આવ્યું હતું. આ ગીત વિશે વિદ્યા બાલન કહે છે, 'મૈન શેરની' મ્યુઝિક વીડિયો એ વિશ્વભરની તમામ મહિલાઓને અર્પણ છે જેની પાસે ક્યારેય હાર ન માનવાની ભાવના છે. સિંહણ આપણા બધા માટે ખાસ છે અને આ ફિલ્મ અને મ્યુઝિક વીડિયો સાથે અમે તે મહિલાઓની હિંમતને સેલિબ્રેટ કરી રહ્યા છીએ જેમણે અમને બતાવ્યું કે એવું કંઈ નથી જે સ્ત્રી ન કરી શકે.

ફિલ્મમાં તેના પાત્ર વિશે વિદ્યાએ કહ્યું કે, મારું પાત્ર વિદ્યા વિંસેંટ જેવું છે. અમે બતાવવા માંગીએ છીએ કે મહિલા નિર્ભીક અને શક્તિશાળી છે અને તમારે સિંહણ બનવા માટે બરાડવાની જરૂર નથી. આ લાગણીને અમે આ ગીતમાં કેપ્ચર કરવાનો પ્રયાસ કર્યો છે.

આપને જણાવી દઈએ કે વિદ્યા બાલનની આ ફિલ્મ ભારત અને 240 થી વધુ દેશો અને પ્રદેશોમાં પ્રાઇમ સભ્યો માટે 18 જૂનથી એમેઝોન પ્રાઈમ વીડિયો પર વિશેષ રૂપે સ્ટ્રીમ કરવામાં આવશે.