ન્યુયોર્ક-

યુએસ સ્પેસ એજન્સી નાસાએ ફરી એકવાર અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવાની યોજના જાહેર કરી છે. ૨૦૨૪માં અવકાશ એજન્સી ચંદ્ર પર યાન ઉતારશે. તેની પાછળ 28 અબજ ડોલર (આશરે 2 લાખ કરોડ રૂપિયા) ખર્ચ થશે. મોડ્યુલ પર 16 અબજ ડોલર (લગભગ 1.25 લાખ કરોડ રૂપિયા) ખર્ચ કરવામાં આવશે.

અમેરિકાએ 1969 થી 1972 સુધી એપોલો -11 સહિત ચંદ્ર પર 6 મિશન મોકલ્યા હતા . આ વર્ષે 3 નવેમ્બરના રોજ અમેરીકા માં ચૂંટણી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રોજેક્ટને તેની પ્રાથમિકતા માં રાખ્યો છે. આ માટે, કોંગ્રેસ (યુએસ સંસદ) દ્વારા પાસ થનારી રકમ 2012-24 વચ્ચેના નાણાકીય વર્ષોમાં સમાવવામાં આવશે. ફોન દ્વારા મીડિયા બ્રીફિંગ દરમિયાન નાસાના વડા જિમ બ્રાયડનસ્ટીને કહ્યુ કે આ રકમ પર એક પ્રકારનું જાેખમ છે, કારણ કે દેશમાં ચૂંટણી છે. જાે કોંગ્રેસ ડિસેમ્બર સુધીમાં 2.2 અબજ ડોલરની પ્રથમ મંજૂરી આપે છે, તો 2024 મિશન પર કામ કરવાનું સરળ રહેશે. 

બ્રાયડનસ્ટીને કહ્યું, "ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર મિશન ઉતરશે. અત્યારે આ વિશે વધુ કશું કહેવામાં આવશે નહીં.” 22 જુલાઈ, 2019 ના રોજ ભારતે ચંદ્ર મિશન ચંદ્રયાન -2 સફળતાપૂર્વક શરૂ કર્યું, તે દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું હતું, પરંતુ તે સફળ થયું ન હતું.