લો બોલો, ST બસમાં લગેજની ટીકીટ લઈ દારૂ લઈ જવાનો હતો દારૂ અને પછી..
10, ફેબ્રુઆરી 2021 396   |  

છોટા ઉદેપુર-

અત્યારસુધી તમે દારૂ ટેન્કરમાં છુપાવીને, ટ્રેક્ટરની ટ્રૉલીની નીચે છુપાવીને કે શરીરે બાંધીને તેના ઉપર કપડાં પહેરીને લઈ જવાના કિસ્સા સાંભળ્યા હશે, પરંતુ એસ.ટી બસમાં લગેજની ટીકીટ લઈને દારૂ લઈ જવાનો ચોંકાવનારો કિસ્સો છોટા ઉદેપુરના બોડેલીમાં સામે આવ્યો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં દારૂ બંધી છે. તેમ છતાં દરરોજ દારૂ ઝડપાઇ રહ્યો છે. છોટા ઉદેપુર જીલ્લો સરહદી જીલ્લો છે અને બાજુના મધ્ય પ્રદેશ રાજયમાથી દારૂ ઘુસાડવા માટે નીતનવા કિમીયા અજમાવાય છે. અત્યાર સુધી તમે દારૂ લઈ જવા માટે જાતજાતના કિસ્સા સાંભળ્યા હશે, પણ એસ,ટી, બસમાં ટિકિટ લઈને દારૂ લઈ જવાની વાત સાંભળી છે? હા આવો જ કિસ્સો છોટા ઉદેપુરના બોડેલીમાં સામે આવ્યો છે.

છોટા ઉદેપુરથી અમદાવાદ જતી એસ.ટી.બસમાં લગામી ગામનો વિનેશ દલસુખ રાઠવા પોતે આણંદમાં કડીયાકામ કરતો હોવાથી ત્યાં જવા માટે સામાન લઈને નીકળ્યો હતો. અને સાથે એક થેલામાં વિદેશી દારૂની ૯૩ નંગ બોટલ પણ લીધી હતી. એસ.ટી.બસમાં બેસીને તેને લગેજની ટીકીટ પણ લીધી હતી. પરંતુ બસ ઉપડીને બોડેલી આવી ત્યારે ડ્રાઈવર કેએમ કંડક્ટરે ડીકી ખોલતા તેને આ પોટલાં ઉપર શંકા જતાં તેને તપાસ કરી, જેમાં વિદેશી દારૂ જણાઈ આવતા તેને ડેપોમાં અધિકારીને જાણ કરીને પોલીસને જાણ કરી હતી. બોડેલી પોલીસે આવીને પોટલું ખોલીને જાેતાં તેમાથી દારૂની ૯૩ નંગ બોટલ મળી આવી. પોલીસે વિનેશ રાઠવાને પકડીને પોલીસ મથકે લઈ જઈને પૂછપરછ કર્તા તેને આ કૃત્ય બીજી વખત કર્યું હોવાનું જણાવ્યું હતું. અગાઉ પણ તેઓ પોતાના માટે દારૂ પીવા માટે આણંદ ખાતે લઈ ગયા હોવાની કબૂલાત કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution