અમેરિકાના આર્થિક વિકાસની તાકાત ભારતીય-અમેરિકનોઃ બિડેન

વોશ્ગિટંન-

ભારતીય મૂળના અમેરિકનોની આકરી મહેનત અને ઉદ્યોગ સાહસિકતાને લીધે અમેરિકાનો મજબૂત આર્થિક વિકાસ થયો છે અને દેશમાં સાંસ્કૃતિક ગતિશીલતા રાખવામાં મદદ મળી છે, એમ ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટ અને ડેમોક્રેટિક પક્ષના રાષ્ટ્રપતિના ઉમેદવાર જાે બિડેને કહ્યુ હતું. ભારતીય મૂળના અમેરિકનો દ્વારા આયોજિત નેશનલ વચ્ર્યુઅલ ફંડ એકત્ર કરવાના આયોજિત એક કાર્યક્રમને સંબોધતાં બિડેને સમુદાયના સભ્યો અને મોટા દાનવીરોને આશ્વાસન આપ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ બનશે તો H1B વિઝા મામલે અને કાયદેસરના ઇમિગ્રન્ટ્‌સ માટે ઘટતું કરશે અને અમેરિકાના ઉજ્જવળ ભવિષ્ય માટે ર્નિણય લેશે.

ભારતીય મૂળના અમેરિકન સમુદાયે દેશ માટે શું કર્યું છે એ વિચારો, એમ કહેતાં તેમણે કહ્યું હતું કે ઉદ્યોગ સાહસિકોએ દેશ અને વિદેશમા વેપાર-ધંધા ચલાવી રહ્યા છે અને જે સિલિકોન વેલીનો પાયો નાખ્યો છે અને વિશ્વની સૌથી પ્રભાવશાળી કંપનીઓનું નેતૃત્વ કર્યું છે, એમ વાઇસ પ્રેસિડેન્ટે કહ્યું હતું. તમે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ગતિશીલતા બનાવી રાખવામાં મદદ કરી છે. આપણે કોણ છીએ, આપણે દેશના ઇમિગ્રન્ટ્‌સ છીએ, એમ તેમણે કહ્યું હતું. 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે H1B, વંશીય અન્યાય અથવા જળવાયુ સંકટ પર ટ્રમ્પે વિરુદ્ધ પગલાં ભર્યાં છે. આ બાબતોને રાષ્ટ્રપતિને સારા નહીં ખરાબ બનાવે છે, એમ તેમણે કહ્યું હતું. એ માતા-પિતા પણ અહીં આવ્યાં ત્યારે જેવું ભવિષ્ય હતું, એવું જ ભવિષ્ય તેમનાં બાળકો માટે વિચારે છે ત્યારે તેમને આશ્ચર્ય થાય છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution