દિલ્હી-

કોરોના વાયરસ મહામારીને કારણે અનેક દેશોમાં યાત્રાઓ પર પ્રતિબંધ લાગેલો છે. મહામારીએ પાસપોર્ટના પાવરને પણ બદલી દીધો છે. દુનિયાના વિભિન્ન દેશોના પાસપોર્ટની રેન્કિંગ જાહેર થઈ છે. આર્ટન કેપિટલ પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર ૨૪ જૂન ૨૦૨૧ સુધી વિઝા ફ્રી એક્સેસના મામલામાં જર્મન પાસપોર્ટ દુનિયો સૌથી તાકતવર પાસપોર્ટ રહ્યો હતો.

જ્યારે ૨૦૧૮ અને ૨૦૧૯માં જર્મની બીજા સ્થાન પર હતું. જર્મનીનો મોબિલિટી સ્કોર ૧૩૭ છે. ૨૦૧૮માં અમેરિકા આ લિસ્ટમાં ટોપ ૩માં હતું પણ હવે તે ટોપ ૧૦થી બહાર ફેંકાઈને ૧૨મા સ્થાને આવી ગયું છે. ૨૦૧૯માં અમેરિકા ૧૮મા સ્થાને હતું. અમેરિકાનો મોબિલિટી સ્કોર ૧૨૩ છે.ભારતની વાત કરીએ તો, ભારતના વૈશ્વિક પાસપોર્ટની તાકાત ઘટી છે. ભારત આ લિસ્ટમાં ૧૩ સ્થાન નીચે ગગડીને ૬૧મા સ્થાન પર આવી ગયું છે. ભારતીય પાસપોર્ટથી યાત્રા પર ૨૦ દેશોમાં વિઝાની જરૂર રહેતી નથી. ભારતનો મોબિલિટી સ્કોર ૫૫ છે. તો જર્મન પાસપોર્ટ ધારક ૧૦૦ દેશોમાં કોઈપણ વિઝા વગર અવરજવર કરી શકે છે.ચીનનો રેંક ૫૪મો છે. ચીનના લોકો ૨૩ દેશોમાં કોઈપણ વિઝા વગર પ્રવાસ કરી શકે છે. પાકિસ્તાનના પાસપોર્ટની રેન્ક ૮૦ છે. ફક્ત સાત દેશોમાં જ પાકિસ્તાનના નાગરિક વિઝા વગર જઈ શકે છે. અફઘાનિસ્તાન ૮૩મા સ્થાને છે અને ૪ દેશોમાં જ વિઝાની જરૂર નથી.

દુનિયાના મોસ્ટ પાવરફૂલ દેશઃ

રેન્ક ૧ઃ જર્મની

રેન્ક ૨ઃ સ્વિત્ઝરલેન્ડ

રેન્ક ૩ઃ ન્યૂઝીલેન્ડ

રેન્ક ૪ઃ ઓસ્ટ્રેલિયા

રેન્ક ૪ઃ ફ્રાંસ

રેન્ક ૪ઃ જાપાન

રેન્ક ૫ઃ પોલેન્ડ