નસવાડી:નસવાડી તાલુકાના લિંડા ગામે આવેલી અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય અને મોડલ સ્કૂલના વિધાર્થીઓ વોર્ડનના સમર્થનમાં શાળાનો કેમ્પસ છોડી, ગેટ કૂદીને ને રોડ પર આવી ભારે સુત્રોચ્ચાર કરીને વોર્ડનને સસ્પેન્ડ કરવાનો જે હુકમ કરવામાં આવ્યો છે જેને રદ કરવા માટે વિધાર્થીનીઓ એ માગ કરી હતી

પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકા ના લિંડા શાળાની એક હજાર જેટલી વિધાર્થીનીઓ ઓને ખબર પડી ક તંત્ર દ્રારા ૮ વોડન ને છૂટી કરી દેવમા આવ્યા છે. જેને લઈને વિદ્યાર્થીની ઓમા સવાર થી આક્રોશ હતો તવો શાળા ની જવાની જગ્યાએ હોસ્ટેલ કેમ્પસ માંથી બહાર આવી શાળા નો ગેટ કૂદી ને રોડ ઉપર આવી જતા ગેટ બહાર આવી રોડ ઉપર સૂત્રોચ્ચાર કર્યા તેવોની માંગણી હતી કે રસોડામાં ભોજન સારૂ ના આપવવામાં આવતા અમોએ આંદોલન કર્યું હતું જેમાં વોર્ડન નો શુ વાંક.વોર્ડન કેમ છુટા કરવામાં આવ્યા છે. તેમને પાછા લો. ગુજરાતી માં એક કહેવત છે પાડા ના વાંકે પખાલીને દામ તે કહેવત લિંડા સ્કૂલમાં સાર્થક થાય છે કારણકે ભોજન ખરાબ અપાતું હતું જેને લઈને વિધાર્થીનીઓએ વિવાદ ઉભો કયો થયો હતો અને જેની તપાસ ઉચ્છ કક્ષાએથી કરવામાં આવી હતી પરંતુ રસોઈયા ને છૂટા કરવાની જગ્યાએ વોર્ડનને છુટા કરી દેવાતા વિધાર્થીનીઓ વોર્ડનના સમર્થનમાં આવી હતી અને ૧૦૦૦ જેટલી વિધાર્થીનીઓ રોડ પર આવી જતા શાળાના આચાર્ય મુશ્કેલીમાં મુકાયા હતા વિધાર્થીનીઓ શાળા છોડીને ઘરે જવા માટે બહાર આવી જતા તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિદ્યાર્થીની ઓએ માગ કરી હતી.