રાજપીપળા : સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમા ભારે વરસાદ પડતાં જળસપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ૧૧૬૩૨૬ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.છેલ્લા ૨૪ કલાકમાં જળ સપાટી ૨.૫ મીટર વધી અને ૧૩૦.૦૧મીટરને પાર થઈ ગઈ છે.ડેમના ગેટ લાગ્યા બાદ ડેમને ૧૩૮.૬૮ મીટર સુધી ભરી શકાય છે.એટલે હવે માત્ર ૮ મીટર પાણી ભરાય એટલે નર્મદા બંધ ૧૦૦ ટકા ભરાઈ જાય.જે ગુજરાત માટે ખૂબ સારા સમાચાર કહી શકાય.આ સંગ્રહિત પાણીનો જથ્થો ગુજરાતના લોકોને ખેડૂતોને મળશે.  મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને પગલે નર્મદા બંધમાં પાણીની આવક વધી છે.ગત રોજ ઓમકારેશ્વર ડેમમાંથી સતત ૭૦ હજાર ક્યુસેક પાણી છોડાયુ હતું.જેને પગલે નર્મદા બંધમાં ૯૬,૪૮૩ ક્યુસેક પાણીની આવક થઈ હતી.જોકે સતત ચાર દિવસથી ૧ લાખ ક્યુસેક પાણીની આવક થતા સપાટી આજે ૧૩૦.૦૧મીટર ને પાર કરી ગઈ છે.નર્મદા બંધની જળ સપાટીમાં સતત વધારો થતાં બે મહીનાથી બંધ ૧૨૦૦ મેગાવોટ વીજ ક્ષમતાનું રિવર બેડ પાવર હાઉસનું એક  યુનિટ શરૂ કરાયુ છે.સરદાર સરોવરમાં ૩૧૩૦ મિલીયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સીએચપીએચમાંથી ૫૪૩૩ ક્યુસેક અને આરબીપીએચમાંથી ૨૦૬૨૪ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. આરબીપીએચમાંથી ક્યુસેક ૨૦૬૨૪ પાણી નર્મદા નદીમાં ડિસ્ચાર્જ થતા નર્મદા નદી બે કાંઠે થઈ છે.ઉપરવાસ માંથી ૧.૧૫ લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી, તો આવનારા સમયમાં પણ ઉપરવાસ માથી વધુ પાણીની આવક થવાની સંભાવનાઓને પગલે નર્મદા નિગમ દ્વારા ડેમના ગેટ ખોલી ૧ લાખ ક્યુસેક પાણી છોડવાનું નક્કી કરાયું હતું.જેથી વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ પણ જાહેર કરાયા હતા.પણ ઉપરવાસ માંથી પાણીની વધુ આવકની સંભાવનાઓ ઘટતા ડેમના ગેટ ખોલવાનો ર્નિણય હાલ પૂરતો મોકૂફ રખાયો હોવાનુ જાણવા મળે છે.