લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, જુલાઈ 2026 |
1188
અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીની આશંકાઓ ધારણા કરતાં ક્યાંય વધુ મોટી હોઈ શકે છે. અત્યાર સુધી સામે આવેલી વિગતો પ્રમાણે દાનની ચોરીનો આ સિલસિલો ગત વર્ષની શરૂઆતમાં શ્રદ્ધાળુઓની ભીડ વધ્યા બાદ શરૂ થયો હતો. આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ગણાતો અનુકલ્પ મિશ્રા જ્યારે રામ મંદિરની વ્યવસ્થામાં સામેલ થયો, ત્યારથી જ આ ચોરીની શરૂઆત થઈ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
સામાન્ય અંદાજ એ છે કે, અનુકલ્પ મિશ્ર અને તેની સાથે દાન ચોરીના મામલે આરોપી અન્ય લોક શ્રદ્ધાળુઓની ભીડની સાથે દાન પણ વધવાના કારણે કેશ મેનેજમેન્ટના નવા મેનેજમેન્ટ હેઠળ રામ મંદિરની વ્યવસ્થા સાથે જાેડાયા. જાેકે, સત્ય એ છે કે, અનુકલ્પ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે જ મંદિરની વ્યવસ્થા સાથે જાેડાઈ ગયો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અનુકલ્પ રામ મંદિરના શિખર પર ધ્વજારોહણની વિધિ, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વર્ષગાંઠની ઉજવણી અને દીપોત્સવા જેવા અતિ મહત્વના ધાર્મિક કાર્યક્રમોમાં સક્રિય સહયોગી તરીકે સામેલ થવા લાગ્યો હતો.