ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી આજથી શરૂ થશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુલાઈ 2026  |   1980


ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી આવતીકાલ ૧૪ જુલાઈથી શરૂ થશે. પહેલી મેચ બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ટી૨૦ શ્રેણીમાં હાર બાદ, ભારતીય ટીમ વનડેમાં પાછા ફરવાનો લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.ભારતે અત્યાર સુધી ઇંગ્લેન્ડમાં ૪૪ વન ડે રમી છે. જેમાંથી ટીમે ૧૮ જીતી છે અને૨૩ હારી ગઇ છે. એક મેચ ટાઈ રહી હતી. બે મેચ ડ્રો રહી હતી.ટી૨૦ શ્રેણીમાં ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન અપેક્ષાઓ કરતાં ઓછું હતું. તેથી, ટીમ વન ડે માં તેમની પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.શુભમન ગિલ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી બેટિંગ ક્રમને મજબૂત બનાવશે. શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઇશાન કિશન અને અક્ષર પટેલ મધ્યમ ક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવશે. વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ અને નીતિશ કુમાર રેડ્ડી ઓલરાઉન્ડ ફરજાે ભજવશે. બુમરાહ ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને ગુર્નુર બ્રાર છે. કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈ સ્પિન વિભાગનો ભાગ છે,ભારતીય ટીમ: શુભમન (કેપ્ટન), રોહિત શર્મા, કોહલી, શ્રેયસ ઐયર (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, ગુર્નુર બ્રાર, પ્રિન્સ યાદવન્ સામેલ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution