કોંગ્રેસના કોફીન ને છેલ્લો ખીલો ઠોકી દફનાવવા નો સમય આવી ગયો છે: વિજય રૂપાણી 

વલસાડ-

આઠ વિધાનસભાની પેટાચૂંટણીના રણશિંગુ ફુંકાઇ ચૂક્યું છે ત્યારે હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી બચ્યાં છે આવા સમયે બંને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે બંને પક્ષો દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોને ચૂંટણીપ્રચારમાં મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તેથી આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને કપરાડા તાલુકાના 181 વિધાનસભા બેઠક ઉપર નાનાપોંઢા ખાતે આવેલા જંગલ મંડળીના મેદાન ઉપર સભા સંબોધી હતી તેમણે કોંગ્રેસ પાર્ટી ઉપર અનેક આક્ષેપો કર્યા હતા તેમણે કહ્યું કે હવે ટૂંક જ સમયમાં કોંગ્રેસનો કોફીને દફનાવવાનો સમય આવી ગયો છે

આગામી તારીખ ૩૦મી નવેમ્બરના રોજ આવી રહેલી કપરાડા વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ ચૂંટણી સભા સંબોધી હતી ખાતે જંગલ મંડળીના મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે કોંગ્રેસમાં કોઈ નેતાઓ ઉપર કાર્યકર્તાઓને ભરોસો રહ્યો નથી સંપૂર્ણ કોંગ્રેસનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે તેમણે કહ્યું કે કોંગ્રેસમાં રહેલા રાહુલ ગાંધી kapil sibal ગુલામ નબી આઝાદ જેવા અનેક લોકોએ કોંગ્રેસમાં વિશ્વાસ ઉભો કર્યો છે અને જેની સામે અનેક સવાલો ઉભા થયા છે કોંગ્રેસ ઉપર સીધું નિશાન તાકતા તેમણે કહ્યું કે વર્ષોથી કોંગ્રેસમાં પરિવાર વાતને કારણે અનેક કાર્યકર્તાઓ અને નેતાઓ બાદ આવી ગયા છે અને તેમાંથી મુક્તિ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે તેમણે એમ પણ કહ્યું કે હાલ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ છોડીને નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે વર્ષોથી કોંગ્રેસમાં કામ કરી રહેલા જીતુભાઈ ચૌધરી ભાજપમાં જોડાયા બાદ તેમને કોંગ્રેસીઓ પક્ષ પલટુ અને ગદ્દાર કરી રહ્યા છે તે બાબતે તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે અત્યાર સુધી જે વ્યક્તિ કોંગ્રેસમાં રહી સતત નિષ્ઠાવાન કામગીરી કરતો હતો તેને તમે પક્ષ પલટુ કરી રહ્યા છો એટલે કે કોંગ્રેસમાં સંનિષ્ઠ માણસ ની કદર નથી તેમણે વધુમાં કહ્યું કે આગામી દિવસમાં ભારતીય જનતા પાર્ટી માટે આઠ બેઠકો ઉપર જંગી બહુમતિ સાથે વિજય મેળવશે અને તેમને આશા છે કે કપરાડામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને તે બાદ કપરાડાના છેવાડાના માનવી સુધી વિકાસથી ગાથા શરૂ થશે મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ ના કોફી ને હવે દફનાવવાનો સમય આવી ગયો છે અને છેલ્લો ખીલો ઠોકવાનું તારીખ 3 ના રોજ વારો આવ્યો છે તેમને મતદારોને આવાહન કર્યું કે આ છેલ્લો ખીલા ઠોકીને કોંગ્રેસના કોપીને દફન કરી દો

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution