વોશિગ્ટંન-

ચીન અને અમેરિકા વચ્ચેનો વિવાદ ઘણી હદ સુધી વધી ગયો છે. ચીને દાવો કર્યો છે કે અમેરિકાએ હ્યુસ્ટનમાં ચીની કોન્સ્યુલેટને 72 કલાક બંધ કરવાનો આદેશ આપ્યો છે. જે બાદ ચીન તરફથી આકરી ટિપ્પણી કરવામાં આવી છે. આ નિર્ણય પછી તરત જ હવે ચીની મીડિયા પણ અમેરિકા પર આક્રમક બની ગઈ છે.

ચાઇનીઝ મીડિયા વેબસાઇટ ગ્લોબલ ટાઇમ્સે બુધવારે તેના ટ્વિટર પર એક મતદાન ચલાવ્યું હતું, જેમાં લોકોએ પૂછ્યું હતું કે ચીનમાં યુ.એસ.ના ક્યા કોન્સ્યુલેટ પહેલા બંધ થવું જોઈએ.ગ્લોબલ ટાઇમ્સે તેના ટ્વિટમાં લખ્યું છે કે ચીનના વિદેશ મંત્રાલયે હ્યુસ્ટનમાં ચાઇનીઝ કોન્સ્યુલેટ બંધ કરનારા અમેરિકાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે યુએસને પોતાની ભૂલ સુધારવા કહ્યું છે, નહીં તો ચીન પણ કડક પગલા ભરવા તૈયાર છે.

આ સાથે, મતદાનમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે ચીનમાં કયુ યુએસ કોન્સ્યુલેટ જનરલ બંધ કરવું જોઈએ? તેની પાસે ચાર વિકલ્પો છે. હોંગકોંગ-મકાઉ, ગુઆંગઝો, ચેંગ્ડુ અથવા અન્ય કોઈ .. મતદાન 48 કલાક માટે ચાલુ કરવામાં આવ્યું છે જેથી લોકો વધુ મત આપી શકે.

ઉલ્લેખનીય છે હ્યુસ્ટનના કોન્સ્યુલેટમાં અંધારમામ કેટલાક દસ્તાવેજો બાળવામાં આવી રહ્યા હતા જ્યારે હ્યુસ્ટન પોલીસને આ વિશે જાણકારી મળી તો ત્યા પહોચી ગઇ હતી પરંતુ પોલીસને અંદર પ્રવેશ કરવા દેવામાં નહોતો આવ્યો કારણ તેના માટે પરવાનગીની જરુર હોય છે. સમગ્ર બાબતની ગંભીરતાને જાણી સ્થાનિક પ્રસાશને કોન્સ્યુલેટ જનરલને 72 કલાક માટે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.