વોશિંગ્ટન-

અમેરિકા ભારતમાં કોરોનાની સર્જાયેલી સ્થિતિ સામે લડવામાં ભારતની પડખે ઉભું રહ્યું છે. હવે અમેરિકાની સરકારના ૧૦૦ મિલિયન ડોલર સહિત અમેરિકાનું પ્રાઈવેટ સેક્ટર ૪૦૦ મિલિયન ડોલરની ભારતને મદદ પહોંચાડશે.

અમેરિકાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે ભારતને બનતી તમામ મદદ પહોંચાડી રહ્યા છે. આ માટે અમે ભારતના સંપર્કમાં છીએ. આ પહેલા અમેરિકામાં ભારતના એમ્બેસેડર તરણજિત સંધુએ પણ અમેરિકાના તંત્ર સાથે વાતચીત કરી હતી. આ સાથે જ રેમડેસિવિરનું ૭૮,૦૦૦ ડોઝનું ચોથું કન્સાઈન્મેન્ટ ગિલેન્ડ સાયન્સિઝમાંથી ભારત પહોંચાડવામાં આવ્યું છે. અત્યાર સુધી ૨,૬૧,૦૦૦ રેમડેસિવિર પહોંચાડી દેવાા છે. અત્યારે ભારતમાં કોરોનાના કેસની સંખ્યા ૪ લાખથી વધુ આવી રહી છે. ત્યારે કોરોનાથી મૃત્યુની પણ સંખ્યા વધી રહી છે, જે ચિંતાનો વિષય છે. અમેરિકાની સંરક્ષણ એજન્સી ૧૫૯ ઓક્સિજન કોન્સન્ટ્રેટર તૈયાર કરી રહી છે.