ભારતના વિદેશી મુદ્રા ભંડારને મોટી અપડેટ સામે આવી છે. ભારતના વિદેશી મુદ્રા ભંડારે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (ઇમ્ૈં) એ તેના લેટેસ્ટ ડેટા જાહેર કર્યા છે જે મુજબ દેશનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર હવે ૬૯૨.૩૦ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. ભારતીય રિઝર્વ બેંક દર અઠવાડિયે દેશના વિદેશી મુદ્રા ભંડારની સ્થિતિ વિશે માહિતી આપે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૨૦ સપ્ટેમ્બરે પૂરા થતા સપ્તાહનો ડેટા જાહેર કર્યો હતો. ગયા સપ્તાહની સરખામણીએ આ સપ્તાહે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ૨.૮૪ અબજ ડોલરનો વધારો થયો છે. આ રીતે તેણે ઇં૬૯૨.૩૦ બિલિયનનો સૌથી વધુ રેકોર્ડ બનાવ્યો છે. ગત સપ્તાહમાં દેશની વિદેશી મુદ્રા ભંડારમાં ઇં૨૨૩ મિલિયનનો વધારો થયો હતો અને ઇં૬૮૯.૪૬ બિલિયનની નવી ટોચે પહોંચી હતી.
જ્યારે વિદેશી વિનિમય અનામતની ગણતરી કરવામાં આવે છે ત્યારે માત્ર વિદેશી ચલણના મૂલ્યને ધ્યાનમાં લેવામાં આવતું નથી. તેના બદલે દેશ પાસે ઉપલબ્ધ સોનાનો ભંડાર, ચુકવણી માટે ૈંસ્હ્લ પાસે પડેલા નાણાં અને જીડ્ઢઇ પણ કુલમાં સામેલ છે. આ મુજબ ૨૦ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, ચલણ ભંડારનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવતી વિદેશી કરન્સીનું મૂલ્ય ઇં ૨.૦૬ બિલિયન વધીને ઇં ૬૦૫.૬૯ બિલિયન થયું છે. આમાં માત્ર ડૉલરનું મૂલ્ય જ નહીં પણ વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલી યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીનું મૂલ્ય પણ સામેલ છે. આ માત્ર ડૉલરના સંદર્ભમાં જ દર્શાવવામાં આવે છે અને તેમના વધારા કે ઘટાડાનો પ્રભાવ ફોરેક્સ રિઝર્વ પર જાેવા મળે છે.
રિઝર્વ બેંકના ૨૦ સપ્ટેમ્બર સુધીના ડેટા અનુસાર દેશમાં સોનાના ભંડારનું મૂલ્ય ઇં૭૨૬ મિલિયન વધીને ઇં૬૩.૬૧ અબજ થઈ ગયું છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને મળેલા સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (જીડ્ઢઇ) ઇં૧૨૧ મિલિયન વધીને ઇં૧૮.૫૪ બિલિયન થઈ ગયા છે. જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (ૈંસ્હ્લ) પાસે ભારતની અનામત ઇં૬૬ મિલિયન ઘટીને ઇં૪.૪૬ બિલિયન થઈ ગઈ છે. તાજેતરના સમયમાં ડોલરના મૂલ્યમાં ઘણી વધઘટ જાેવા મળી રહી છે. તે જ સમયે, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કર્યા પછી સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેના કારણે દેશના વિદેશી હૂંડિયામણના ભંડારના મૂલ્યમાં પણ વધારો થયો છે.
Loading ...